મિર્ઝાપુરની એક ખાનગી શાળામાં, ગુસ્સે ભરાયેલા મુખ્ય શિક્ષકે પાણીપૂરી ખાધા પછી ધોરણ II નાં વિદ્યાર્થીને છત પરથી ઊંધો લટકાવી દીધો હતો. ફોટો અને વીડિયો વાયરલ થયા બાદ મામલો વધુ ઉગ્ર બન્યો હતો. BSA એ ABSA ને આ મામલાની તપાસ કરવા અને કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યો છે. વળી, મોડી રાત્રે બાળકનાં પિતાની ફરિયાદનાં આધારે, પોલીસે આરોપી મુખ્ય શિક્ષક વિરુદ્ધ કેસ નોંધ્યો છે.

આ પણ વાંચો – નામ બદલાયુ / ફેસબુક હવે મેટા નામથી ઓળખાશે,સૈાથી મોટા સોશિયલ પ્લેટફોર્મનું રિ-બ્રાન્ડિગ
અહરૌરાનાં બુધડેઈમાં રહેતા રણજીત યાદવનો પુત્ર સોનુ યાદવ સદભાવના ખાનગી શાળામાં બીજા ધોરણમાં અભ્યાસ કરે છે. સોનુ ગુરુવારે બપોરે શાળાએથી નીકળીને પાણીપૂરી ખાવા ગયો હતો. આ અંગેની જાણ થતાં શાળાનાં સંચાલક અને મુખ્ય શિક્ષક મનોજે સોનુને પોતાની પાસે બોલાવ્યો અને તેને બીજા માળે લઈ ગયો. જણાવવામાં આવી રહ્યું છે કે હેડમાસ્ટર મનોજે સોનુનાં પગ પકડી લીધા અને તેને બીજા માળનાં બાર્જ પરથી ઊંધો લટકાવી દીધો. તેનો વીડિયો વાયરલ થતાં જ મામલો ઘણો ઉગ્ર બની ગયો હતો. આ બાબતની જાણ થતાં BSA ગૌતમ પ્રસાદે ABSA જમાલપુરને બાળકનું નિવેદન લઈને શાળાનાં મુખ્ય શિક્ષક સામે તપાસ કરવા અને કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યો હતો. વળી, સોનુનાં પિતાએ બાળકને શાળાએ ન મોકલવાની માંગ કરતા મોડી સાંજે મુખ્ય શિક્ષક સામે કાર્યવાહી કરવા માટે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. સોનુનાં પિતા રંજીતે આરોપ લગાવ્યો છે કે અગાઉ પણ સોનુને સ્કૂલમાં બિનજરૂરી રીતે માર મારવામાં આવ્યો હતો. પિતા રણજીતની ફરિયાદ પર પોલીસે કલમ 352 506 IDD 75 JJ એક્ટ 2015 હેઠળ કેસ નોંધ્યો છે. સાથે જ ABSA એ પણ બાળકનું નિવેદન લઈને BSA ને જાણ કરી છે.

આ પણ વાંચો – મુલાકાત / પ્રિયંકા ગાંધી આવતીકાલે લલિતપુર ખેડૂતોને મળશે, ખાતરની અછતના લીધે એક ખેડૂતનું મોત નિપજ્યું
જો કે આ સમગ્ર ઘટના પ્રકાશમાં આવ્યા બાદ મનોજ વિશ્વકર્મા પણ ખુલાસો આપતા જોવા મળ્યા હતા. આ સંદર્ભે જ્યારે તેમને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, તેમણે જાણી જોઈને આવું નથી કર્યું. ભૂલથી બાળક વરંડા પરથી લટકી ગયું હતું. તેમણે આ મામલે બાળકનાં માતા-પિતાની માફી પણ માંગી છે. બીજી તરફ BSS નું કહેવું છે કે મામલો ધ્યાન પર આવ્યો છે. આવા વર્તનને સાંખી લેવામાં આવશે નહીં. આ એક ગંભીર મામલો છે અને પિતાની ફરિયાદ પર કેસ પણ નોંધવામાં આવ્યો છે. હવે આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
