મુંબઈનાં દાદરના એક રહેણક બિલ્ડિંગમાં આગની લાગી હોવાની ઘટના સામે આવી હતી. રહેણાક બિલ્ડિંગમાં અચાનક ફાટી નિકળેલી આગે એક 10 વર્ષીય કિશોરીનો ભાગ લીધો છે. મુંબઈનાં દાદર વેસ્ટ વિસ્તારમાં આવેલા પોલીસ સ્ટેશનનાં કમ્પાઉન્ડને અડીને આવેલી રહેણાંક બિલ્ડીંગમાં બપોરે અચાનક આગ લાગી ગઈ હતી. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. જો કે પ્રારંભિક તપાસમાં શોટ આગ સર્કિટનાં કારણે લાગી હોવાનું જાણવા મળી રહ્યું છે.

આગ એટલી ઝડપથી સમગ્ર બિલ્ડિંગમાં પ્રસરી ગઇ હતી કે આગ લાગ્યા બાદ કેટલાક લોકો ત્યાં જ ફસાયેલા રહી ગયા હતા. ફસાયેલા લોકોમાંથી એક કિશોરીનું મોત નિપજ્યું છે. આગ લાગવાની માહિતી મળતાની સાથે જ પોલીસ ઘટનાં સ્થળે પહોંચી ગઈ હતી. અને સ્થાનિક લોકોની મદદથી ફસાયેલા લોકોને આગમાંથી બહાર કાઢ્યા હતા. તો મૃત્યુ પામેલ કિશોરાનો મૃત દેહ ઘટના સ્થળે પહોંચેલી પોલીસે કબજો મેળવી અને પોસ્ટમોર્ટમ માટે રવાના કર્યો હતો.

આપને જણાવી દઇએ કે મુબંઇમાં પૂર્વે પણ હોસ્પીટલ અને હોટલ બિલ્ડિંગોમાં આગની ઘટના સામે આવી ચૂકી છે. અને પૂર્વે પણ લાગેલી આગે અનેક લોકોને જીવતા ભૂંજવી નાખ્યા હોવા છતા. ફાયર સેફ્ટીનો પ્રશ્ન હજુ પ્રશ્ન જ જોવા મળી રહ્યો છે. દર વખતની જેમ આવખતે પણ તંત્ર મૃતકનાં પરિવારને આર્થિક સહાય કરી છટકી જશે કે ફાયર સેફ્ટી માટે કોઇ નક્કર પગલા લેશે તે પણ એક પ્રશ્ન જ છે.
