લાંચ/ મહીસાગરના કડાણામાં તલાટી 500 રૂપિયાની લાંચ લેતા ઝડપાયા

મહીસાગરના કડાણામાં તલાટી લાંચ લેતા રંગે હાથે ACBએ પકડી પાડ્યા છે. આ તલાટી 500 રૂપિયાની લાંચ લેતા ACBએ ઝડપી પાડ્યા હતા

Gujarat

રાજ્યમાં હાલ એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા લાંચ લેતા અધિકારીઓ પર તવાઇ બોલાવી છે,લાંચ લેતા અધિકારીઓ માટે ટ્રેપ ગોઠવવામાં આવે છે જે લોકો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે તેઓને પકડવાનો અભિયાન હાલ ચાલી રહ્યો છે. મહીસાગર કડાણામાં ACBએ સફળ ટ્રેપ કરીને ગ્રામ પંચાયતના તલાટીને પકડયા છે.

મહીસાગરના કડાણામાં તલાટી લાંચ લેતા રંગે હાથે ACBએ પકડી પાડ્યા છે. આ તલાટી 500 રૂપિયાની લાંચ લેતા ACBએ ઝડપી પાડ્યા હતા.મકાનની આકરણી માટે માંગી હતી લાંચ.આ તલાટીએ મકાનની આકરણી માટે માંગ્ય હતા અરજદાર પાસે 500 રૂપિયા,જેને લઇને અરજદારે ACBનો સંપર્ક સાંધ્યો હતો અને તલાટી સામે છટકું ગોઠવવામાં આવ્યુ હતું અને આમાં તે આબાદ રંગે હાથે પકડાઇ ગયા હતા. ખરસોલી ગ્રામ પંચાયતના તલાટી રાજેન્દ્ર કટારા છે. તે લાંચ લેતા પકડાઇ ગયા હતા. તેઓ વિરૂદ્વ અનેક ફરિયાદો ઉઠવવા પામી હતી જેના અનુસંધાનમાં એક અરજદારે ફરિયાદ ACBમાં  કરતાં તે લાંચ લેતા પકડાઇ ગયા હતા.