દક્ષિણ આફ્રિકાનાં Left Hand લેગ-સ્પિનર તબરેઝ શમ્સીએ શનિવારે શારજાહમાં શ્રીલંકા સામે ચાલી રહેલા T20 વર્લ્ડકપની ત્રીજી મેચ દરમિયાન T20 આંતરરાષ્ટ્રીયમાં એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ તોડ્યો હતો. શમ્સીએ યુગાન્ડાનાં દિનેશ નાકરાણી (2021) અને ઓસ્ટ્રેલિયાનાં એન્ડ્રુ ટાય (2018)ને પાછળ છોડી દીધા છે, જેમણે એક કેલેન્ડર વર્ષમાં 31-31 વિકેટ લીધી છે.

આ પણ વાંચો – નિવૃત્તિ / અફઘાનિસ્તાનના સૈાથી સફળ પૂર્વ કેપ્ટન અસગરે ક્રિકેટમાંથી નિવૃતિ જાહેર કરી,છેલ્લી મેચ નામીબિયા સામે રમશે
T20 નાં નંબર વન બોલર તબરેઝ શમ્સીએ શ્રીલંકા સામે શાનદાર બોલિંગ કરી અને 4 ઓવરમાં 17 રન આપીને 3 વિકેટ લેવામાં સફળ રહ્યો છે. શમ્સીની બોલિંગનાં કારણે શ્રીલંકાની ટીમ મેચમાં સંઘર્ષ કરી રહી હતી અને 20 ઓવરમાં 142 રન જ બનાવી શકી હતી. દક્ષિણ આફ્રિકાની ટીમ આ મેચ 4 વિકેટથી જીતવામાં સફળ રહી હતી. જીતનો હીરો તબરેઝ શમ્સી બન્યો હતો અને તેને મેન ઓફ ધ મેચનો ખિતાબ આપવામાં આવ્યો. આ મેચમાં તેણે એક શાનદાર રેકોર્ડ પોતાના નામે કર્યો છે. શમ્સી એક વર્ષમાં T20 ક્રિકેટનાં ઈતિહાસમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયો છે. શમ્સી આ વર્ષે એટલે કે 2021માં શ્રીલંકા સામેની મેચ સુધી 32 વિકેટ પોતાના નામે કરી ચૂક્યો છે. આમ કરીને તેણે યુગાન્ડાનાં દિનેશ નાકરાણી (2021) અને ઓસ્ટ્રેલિયાનાં એન્ડ્રુ ટાય (2018) દ્વારા લીધેલી 31 વિકેટનો રેકોર્ડ તોડી નાખ્યો છે. T20 ઈન્ટરનેશનલમાં પોતાની બોલિંગથી ધૂમ મચાવનાર શમ્સીએ આવું કારનામું કરીને દુનિયાનાં સૌથી મોટા બોલરોને પાછળ છોડી દીધા છે. આ વર્ષે (2021) T20 આંતરરાષ્ટ્રીયમાં સૌથી વધુ વિકેટ શમ્સીનાં નામે છે, તબરેઝે 32 વિકેટ લીધી છે. આ સિવાય બીજા નંબર પર શ્રીલંકાનાં વાનિન્દુ હસરંગા છે જેણે અત્યાર સુધી કુલ 31 વિકેટ ઝડપી છે. 2021 માં T20I માં સૌથી વધુ વિકેટ લેવાની યાદીમાં, શમ્સી એકમાત્ર બોલર છે જે T20 વર્લ્ડકપ 2021 રમી રહ્યો છે, જ્યારે બાંગ્લાદેશનાં Left Hand ફાસ્ટ બોલર મુસ્તાફિઝુર રહેમાને 2021 માં 26 વિકેટ લીધી છે.

આ પણ વાંચો – ICC T-20 WORLD CUP / ઇંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયાને 8 વિકેટથી હરાવ્યું,બટલરની 71 રનની સ્ફોટક ઇનિંગ્સ
શમ્સીએ શ્રીલંકા સામે ત્રણ વિકેટ લીધી અને ચાર ઓવરમાં માત્ર 17 રન આપ્યા, જેણે દક્ષિણ આફ્રિકાને મેચની શરૂઆતમાં દબાણ બનાવવામાં મદદ કરી. 31 વર્ષીય બોલરે મધ્યની ઓવરોમાં બાનુકા રાજપક્ષે, અવિશકા ફર્નાન્ડો અને વાનિન્દુ હસરંગાને આઉટ કર્યા હતા. આ ત્રિપુટી આ વર્ષની ટૂર્નામેન્ટમાં પોતાના પ્રદર્શનથી ટીમ માટે ખૂબ જ અસરકારક રહી છે. શમ્સી (3/17), ડેવિન પ્રિટોરિયસ (3/17) અને એનરિક નોર્ટજે (27/2)ની શાનદાર બોલિંગથી શ્રીલંકા 142 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. જવાબમાં દક્ષિણ આફ્રિકાએ એક બોલ બાકી રહેતા લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. પથુમ નિસાંકાની 72 રનની ઈનિંગ નિરર્થક ગઈ. 2017 માં શરૂઆત કરી ત્યારથી, શમ્સીએ દક્ષિણ આફ્રિકા માટે 45 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે અને આ વર્ષની શરૂઆતમાં પાકિસ્તાન સામે 4/25નાં શ્રેષ્ઠ આંકડા સાથે 53 વિકેટ ઝડપી છે.
