Not Set/ વીડિયો સંદેશમાં PM મોદીએ કહ્યું સરદાર પટેલ માત્ર ઈતિહાસમાં જ નહીં પરંતુ આપણા હૃદયમાં પણ છે

રાષ્ટ્રીય એકતાના પ્રતિક એવા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે આજે દેશભરમાં ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ઉજવણી કરવામાં આવી રહી છે.

Top Stories India
પંઢરપુરને PM મોદીએ બે હાઈવેનો શિલાન્યાસ કર્યો, ખેડૂતોને લઇ કહ્યું, ...

રાષ્ટ્રીય એકતાના પ્રતિક એવા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે આજે દેશભરમાં ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ઉજવણી કરવામાં આવી રહી છે. આ અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક વીડિયો સંદેશ જાહેર કર્યો છે. પીએમ મોદીએ કહ્યું, “એક ભારત, શ્રેષ્ઠ ભારત માટે જેમણે જીવનની દરેક ક્ષણ સમર્પિત કરી દીધી. આજે દેશ આવા રાષ્ટ્રીય નાયક સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ આપી રહ્યો છે. સરદાર પટેલ  માત્ર ઈતિહાસમાં જ નહીં પરંતુ આપણા દેશવાસીઓના હૃદયમાં પણ છે હાલ નરેન્દ્ર મોદી. જી-20 કોન્ફરન્સમાં ભાગ લેવા ઈટાલીની મુલાકાતે છે.

પીએમ મોદીએ કહ્યું, “આજે આપણા ઉર્જાવાન સાથીઓ, જેઓ દેશભરમાં એકતાના સંદેશ સાથે આગળ વધી રહ્યા છે, તે ભારતની અખંડિતતા પ્રત્યેની અખંડ લાગણીના પ્રતીક છે. આ લાગણી દેશના દરેક ખૂણે, રાષ્ટ્રીય એકતા પરેડમાં, સ્ટેચ્યુ ઓફ યુનિટી પર યોજાતા કાર્યક્રમોમાં સ્પષ્ટપણે જોવા મળે છે.આપણો આત્મા સપના અને આકાંક્ષાઓનો અભિન્ન અંગ છે. સેંકડો વર્ષોથી ભારતના સમાજ અને પરંપરાઓમાંથી વિકસિત લોકશાહીના મજબૂત પાયાએ એક ભારતની ભાવનાને સમૃદ્ધ બનાવી છે.પીએમ મોદીએ કહ્યું કે, “આપણે યાદ રાખવું પડશે કે બોટમાં બેઠેલા દરેક યાત્રીએ બોટનું ધ્યાન રાખવું પડશે. આપણે એક થઈશું તો જ આપણે આગળ વધી શકીશું, તો જ દેશ તેના લક્ષ્યોને પ્રાપ્ત કરી શકશે.