T20 World Cup/ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ હાર બાદ ‘જો તો’ પર ટકી ટીમ ઈન્ડિયાની નજર

IPL માં ખેલાડીઓ દ્વારા સંપૂર્ણ હોમવર્ક કર્યા પછી મેન ઇન બ્લુ પાસેથી તેમના ચાહકોએ બમ્પર પ્રદર્શનની અપેક્ષા રાખી હતી. પરંતુ તેવુ બન્યુ નહી અને હવે પરિસ્થિતિ એવી ઉભી થઇ છે કે ટીમ ઈન્ડિયાને જો તો પર નજર ટકાવવી પડી રહી છે.

Sports
Team India

ICC T20 વર્લ્ડકપની સુપર 12 મેચમાં ભારતની સતત બીજી હારથી માત્ર વિરાટ કોહલીની આગેવાની હેઠળની ટીમ જ હચમચી નથી પરંતુ અબજો ચાહકોને પણ મોટો ફટકો પડ્યો હતો. ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માં ખેલાડીઓ દ્વારા સંપૂર્ણ હોમવર્ક કર્યા પછી મેન ઇન બ્લુ પાસેથી તેમના ચાહકોએ બમ્પર પ્રદર્શનની અપેક્ષા રાખી હતી. પરંતુ તેવુ બન્યુ નહી અને હવે પરિસ્થિતિ એવી ઉભી થઇ છે કે ટીમ ઈન્ડિયાને જો તો પર નજર ટકાવવી પડી રહી છે.

Team India

આ પણ વાંચો – T20 World Cup / ટીમ ઈન્ડિયાની હારનું મુખ્ય કારણ આ ભારતીય ખેલાડી બન્યો

આપને જણાવી દઇએ કે, સતત બે પરાજયથી ટીમ ઈન્ડિયાની સેમીફાઈનલમાં ક્વોલિફાઈ થવાની આશાને મોટો ફટકો પડ્યો છે, પરંતુ હજુ બધું સમાપ્ત થયું નથી. પાકિસ્તાન ગ્રુપ 2 માં વિજેતાનું સ્થાન સુરક્ષિત કરી ગ્રુપમાં ટોપ પર છે, તેણે પોતાની શરૂઆતની ત્રણ મેચ અનુક્રમે ભારત, ન્યૂઝીલેન્ડ અને અફઘાનિસ્તાન વિરુદ્ધ  જીતી છે. તેમની પાસે નામીબિયા અને સ્કોટલેન્ડ વિરુદ્ધ માત્ર બે મેચ બાકી છે. તમામ સંભાવનાઓમાં, પાકિસ્તાન બન્ને ગેમ્સ જીતીને ગ્રુપમાં ટોચ પર રહેવાની અપેક્ષા છે. બીજા સ્થાને અફઘાનિસ્તાન છે, જેનો નેટ રન રેટ +3.097 છે અને તેણે તેની શરૂઆતની ત્રણ મેચોમાંથી બે જીતી છે. જો કે, અફઘાનિસ્તાનની ટીમને ગ્રુપમાં ત્રીજા ક્રમે રહેલા ન્યૂઝીલેન્ડ અને ભારતનો સામનો કરવાનો બાકી છે. ટીમ ઈન્ડિયાને નોકઆઉટમાં જગ્યા બનાવવા માટે ન્યૂઝીલેન્ડને હરાવવા માટે અફઘાનિસ્તાનની જરૂર છે, જો કે તે મોટા માર્જિનથી નહી. અફઘાનિસ્તાનનું NRR પહેલાથી જ સારું છે તે ધ્યાનમાં લેતા, જો મોહમ્મદ નબી એન્ડ કંપની નાના માર્જિનથી જીતે તો તે ભારત માટે ફાયદાકારક રહેશે. સેમિફાઇનલમાં સ્થાન મેળવવાની લડાઈમાં ભારતે તેના NRRને વધારવા માટે અફઘાનિસ્તાનને મોટા અંતરથી હરાવવું પડશે. આવી સ્થિતિમાં અફઘાનિસ્તાન, ન્યૂઝીલેન્ડ અને ભારત ત્રણેય ટીમો એક સ્થાન પર રહી શકે છે. આ ત્રણ ટીમોની સંભવિત 5માંથી 3 જીત હશે. સેમિફાઇનલમાં પ્રવેશવા માટે ભારત અને ન્યૂઝીલેન્ડને નામીબિયા અને સ્કોટલેન્ડ સામેની તેમની રમતો ઉચા રન રેટ સાથે જીતવી જરૂરી છે.

New Zealand

આ પણ વાંચો – T20 World Cup / ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ શરમજનક હાર બાદ IPL બેન કરવાની ઉઠી માંગ

બાકી રહેલી મેચો:

ભારત vs અફઘાનિસ્તાન (3 નવેમ્બર)
ભારત vs સ્કોટલેન્ડ (નવેમ્બર 5)
ભારત vs નામિબિયા (નવેમ્બર 8)

ન્યૂઝીલેન્ડ vs સ્કોટલેન્ડ (નવેમ્બર 3)
ન્યૂઝીલેન્ડ vs નામિબિયા (નવેમ્બર 5)
ન્યૂઝીલેન્ડ vs અફઘાનિસ્તાન (નવેમ્બર 7)

અફઘાનિસ્તાન vs ભારત (3 નવેમ્બર)
અફઘાનિસ્તાન vs ન્યૂઝીલેન્ડ (નવેમ્બર 7)

Team India

આ પણ વાંચો – Covid-19 / અંતિમ સમયે રાષ્ટ્રપતિ બિડેનનાં સંપર્કમાં આવેલા વ્હાઇટ હાઉસનાં પ્રેસ સચિવ કોરોના સંક્રમિત

ભારતે કોઈપણ સંજોગોમાં સીઝનની તેમની બાકીની મેચો જીતવી પડશે. જીતનું માર્જિન પણ મોટું હોવું જોઈએ જેથી કોહલીની ટીમ તેનો નેટ રન રેટ સુધારી શકે. ન્યૂઝીલેન્ડ સામે અફઘાનિસ્તાનની જીત ભારતને મદદ કરશે, પરંતુ તે થવાની શક્યતા ઓછી છે. ભારતનો દયનીય રન રેટ માઈનસ 1.609 માં છે. આ NRR નો અર્થ છે કે તેઓએ ક્વોલિફિકેશન માટે તેમના હરીફો પાસેથી સ્પષ્ટ પોઈન્ટ મેળવવા પડશે અથવા ટૂર્નામેન્ટનાં પાછળનાં ભાગમાં વિજયનાં મોટા માર્જિનની અપેક્ષા રાખવી પડશે, જેથી તેમનો NRR વધી શકે.