પાકિસ્તાનનાં ભૂતપૂર્વ કેપ્ટન વસીમ અકરમનું માનવું છે કે, T20 ઈન્ટરનેશનલ ક્રિકેટ રમવા પ્રત્યે ભારતની બેદરકારી ચાલુ T20 વર્લ્ડકપમાં તેમના ખરાબ પ્રદર્શનનું કારણ છે. સૌથી વધુ ODI વિકેટ લેવાનો રેકોર્ડ ધરાવતા મહાન ભૂતપૂર્વ ફાસ્ટ બોલરે એક રસપ્રદ તથ્ય જણાવ્યું કે ટીમ ઈન્ડિયાનાં વરિષ્ઠ ખેલાડીઓએ આ વર્લ્ડકપ પહેલા માર્ચમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ અંતિમ સીમિત ઓવરોની આંતરરાષ્ટ્રીય સીરીઝ રમી હતી.

આ પણ વાંચો – T20 World Cup / પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને પાછળ છોડી ઇયોન મોર્ગને બનાવ્યો T20 માં રેકોર્ડ
વસીમ અકરમે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ભારતની હાર બાદ A Sports પર કહ્યું, ‘ભારતે અંતિમ માર્ચમાં તમામ સિનિયર ખેલાડીઓ સાથે મર્યાદિત ઓવરોની સીરીઝ રમી હતી. હવે આપણે નવેમ્બરમાં છીએ. આ દર્શાવે છે કે તેઓ આંતરરાષ્ટ્રીય સીરીઝને ગંભીરતાથી નથી લઈ રહ્યા. તેમને લાગે છે કે IPL રમવું પૂરતું છે. તમે દુનિયામાં ગમે તેટલી લીગ ક્રિકેટ રમો. લીગ ક્રિકેટ રમતી વખતે તમને વિપક્ષમાં એક કે બે સારા બોલર જોવા મળશે. પરંતુ, આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તમારે પાંચેય સારા બોલરોનો સામનો કરવો પડશે. અકરમે અહીં બીજો મુદ્દો ઉઠાવતા કહ્યું કે ભારતે IPL માં જતા પહેલા શ્રીલંકા સામે ત્રણ મેચની T20 સીરીઝ અને એટલી જ ODI સીરીઝ રમી હતી, પરંતુ સિનિયર ખેલાડીઓ ન બરોબર હતા કારણ કે તે સમયે સિનિયર ભારતીય ખેલાડીઓ ઇંગ્લેન્ડ વિરુદ્ધની ટેસ્ટ સીરીઝમાં વ્યસ્ત હતા. અકરમે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ટોસ હારવાને ભારતની હારનું મુખ્ય કારણ ગણાવ્યું હતું, પરંતુ સાથે જ રોહિત શર્મા જેવા બેટ્સમેનને ત્રીજા નંબર પર રમવા બદલ ટીમની નિંદા કરી હતી. તેમણે કહ્યું કે, તે સારી મેચ ન હોતી અને એકતરફી હતી. ભારતીય ટીમે આ મેચમાં ઘણી ભૂલો કરી અને ‘કરો યા મરો’ જેવી મેચમાં સૌથી મોટી ભૂલ રોહિતની બેટિંગ પોઝિશન બદલવાની હતી.

આ પણ વાંચો –T20 World Cup / રોય અને બિલિંગ્સની જોડીએ પકડ્યો શાનદાર Catch, ICC એ શેર કર્યો Video
ઉલ્લેખનીય છે કે, ભારતે જુલાઈનાં અંતમાં શ્રીલંકામાં ત્રણ ODI અને ત્રણ T20I રમી હતી, પરંતુ તે સંપૂર્ણપણે યુવા ટીમ હતી. વસીમ અકરમે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચને સંપૂર્ણપણે એકતરફી મેચ ગણાવી હતી. “તે સારી મેચ ન હોતી,” તેમણે કહ્યું, તે એકતરફી મેચ હતી. ભારતે ઘણી ભૂલો કરી હતી, મને લાગે છે કે ટોસ હારવું તેમના માટે મોટો માનસિક ફટકો હતો. તેમણે મહત્વપૂર્ણ મેચમાં રોહિત શર્માને નંબર 3 પર મોકલીને સૌથી મોટી ભૂલ કરી હતી. આ ખેલાડીએ ઓપનર તરીકે T20I માં ચાર સદી ફટકારી છે. ઈશાન કિશનને પણ નંબર 3 પર બેટિંગ માટે આવી શક્યો હોત. પરંતુ તેમ કરવામાં આવ્યુ નહી.
