Not Set/ આ દેશોમાં ઉજવાય છે અનોખી રીતે દિવાળી

વિશ્વના અનેક દેશોમાં ઉત્સાહ સાથે દિવાળી ઉજવાય છે. જો કે અન્ય દેશોમાં દિવાળીની ઉજવણી કરવાની પ્રથા જુદી જ પ્રથા છે

Lifestyle Navratri 2022

દિવાળી એક એવો તહેવાર છે જે ફક્ત ભારતમાં જ નહીં પણ વિશ્વના અનેક દેશોમાં ઉત્સાહ સાથે ઉજવાય છે. જો કે અન્ય દેશોમાં દિવાળીની ઉજવણી કરવાની પ્રથા જુદી જ પ્રથા છે. જેમાં જુદા-જુદા દેશ પ્રમાણે સંસ્કૃતિ અને રીતભાતમાં વિશેષતા હોય છે.

નેપાળ

 

અહીના લોકો દિવાળીને તિહાર કહે છે. ભારતની જેમ અહીં 5 દિવસ સુધી આ તહેવાર ઉજવાય છે. જેમાં પહેલા દિવસે ગાયને ચોખા ખવડાવાય છે. બીજા દિવસે શ્વાનને જુદા-જુદા પકવાન ખવડામાં આવે છે. ત્રીજા દિવસે લક્ષ્મીપૂજન, ચોથા દિવસે યમ પૂજન અને પાંચમા દિવસે ભાઈબીજની ઉજવણી કરવામાં આવે છે.

જાપાન

જાપાનના  યોકોહામા શહેરમાં 2 દિવસ દિવાળીની ઉજવણી કરવામાં આવે છે. આ 2 દિવસોમાં અલગ અલગ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જ્યાં લાખોની સંખ્યામાં લોકો મનમુકીને થીરકે છે અને ગીતો ગાય છે. એટલુ જ નહીં જુદા-જુદા ફની લાગે તેવા ચહેરા પહેરીને મસ્તી કરે છે. માનવામાં નહીં આવે પરંતુ દિવાળીના દિવસે આ જગ્યા પર ભારતીય વ્યંજન પીરસવામાં આવે છે.

મલેશિયા

અહીં દિવાળીને લીલી દિવાળી કહેવામાં આવે છે. આ દેશના લોકો દિવાળીની શરૂઆત શરીર પર તેલ લગાવીને કરે છે. પછી મંદિરોમાં જઈને યશ, સમૃદ્ધિ અને સુખની પ્રાર્થના કરે છે. મલેશિયામાં તમિલ- હિંદુ રહે છે અને આ માટે અહીં પૂજા પાઠમાં સાઉથની છબિ જોવા મળે છે.

ત્રિનિદાદ અને ટોબેગો

કૈરેબિયન સાગરના દ્વીપ પર દિવાળીનો ઉત્સાહ અલગ જ હોય છે. અ્હીં આ કમ્યુનિટી ખાસ કરીને દિવાળી ઉજવે છે. આ દિવસે અહીં મંચ પર નાટકની મદદથી હિંદુ સંસ્કૃતિને વિશે જણાવવામાં આવે છે. પારંપરિક વેશભૂષામાં કલાકારો તહેવાર સાથેની વાતો કહે છે. ખાસ પ્રકારના સ્વાદિષ્ટ ભોજન બનાવવામાં આવે છે.

મોરેશિયસ

મોરેશિયસમાં નાના નાના દ્વીપ પર દિવાળીનો ઉત્સવ ઉજવાય છે. દિવાળીના દિવસે લોકો અહીં ઘરની સફાઈ કરવામાં વિશ્વાસ રાખે છે. આ દિવસે અહીં ઓફિસમાં રજા રહે છે. અહીં માન્યતા છે કે આ દિવસે સફાઈ કરવાથી ઘરની નકારાત્મક ઉર્જા નાશ પામે છે.  આ દિવસે રાવણ દહન કરાય છે. મોરેશિયસના ટ્રાયોલેટ ગામને સજાવવામાં આવે છે અને મોટા પ્રમાણમાં લોકો અહીં એકત્રિત થાય છે.