તબીબી વિજ્ઞાન ક્યા સ્તરે પહોંચ્યું છે તેનું એક ઉદાહરણ કન્નડ સુપર સ્ટાર પુનિત રાજકુમારે આંખોના કરેલા દાન દ્વારા સામે આવ્યું છે. પુનિત રાજકુમારનું થોડા દિવસ પહેલા જ હાર્ટ એટેકને પગલે નિધન થયું હતું. જ્યાં તેમણે મૃત્યુ પહેલા આંખોના દાન અંગેનો નિર્ણય લીધો હતો. હવે પુનિતે કરેલી આંખોના પગલે ચાર લોકોની દૃષ્ટિ પાછી લાવવામાં મદદ મળી છે. તમે સાચું જ વાંચ્યું છે કે બે આંખોથી ચાર લોકોની દૃષ્ટિને પાછી લાવવામાં સફળતા મળી.
આ પણ વાંચો :કરીના કપૂરને ભૂલથી મહિલાએ માર્યો ધક્કો, એક્ટ્રેસને આવ્યો ગુસ્સો તો રસ્તા વચ્ચે…
આખરે કેવી રીતે શક્ય છે બે આંખોથી ચાર લોકોને દૃષ્ટિ ?
હવે અમે તમને વિગતે સમજાવીએ કે આ કેવી રીતે શક્ય છે. તબીબી વિજ્ઞાન હવે એ સ્તરે પહોંચી ગયું છે કે તમે કરેલા અંગદાનથી અનેક લોકોને નવજીવન આપી શકાય છે. પુનિતના કિસ્સામાં તબીબી વિજ્ઞાનનો ચમત્કાર જ જોવા મળ્યો હતો કે બે આંખોથી ચાર લોકોને દૃષ્ટિ મળી છે. ડોકટરો કહે છે કે માઇક્રોસર્જરીમાં નવીનતમ ટેકનોલોજીએ બહુવિધ દર્દીઓને મદદ કરવા માટે માઇક્રોસ્કોપિક ચોકસાઇ સાથે કોર્નિયાના વિવિધ ભાગોને કાપી નાખવાનું શક્ય બનાવ્યું છે.

બેંગલુરુના નારાયણ નેત્રાલયના ડોકટરોના જણાવ્યા અનુસાર, માઇક્રોસર્જરીની નવીનતમ તકનીકે એક જ દિવસે ચાર લોકોને દૃષ્ટિ પ્રદાન કરી છે. પુનિતે આંખોના કરેલા દાનથી કર્ણાટકના જ ચાર દર્દીને પુનઃદૃષ્ટિ પ્રાપ્ત થઇ છે.
આ પણ વાંચો :નિયા શર્માના ફોટાએ સોશિયલ મીડિયામાં લગાવી આગ, જુઓ એક્ટ્રેસનો હોટ અવતાર

ડોક્ટરોએ કેવી રીતે કરી સર્જરી?
ડોકટરોએ સૌથી પહેલા ડોનરની આંખમાંથી 0.5-mm-જાડા કોર્નિયાને બહાર કાઢવામાં આવ્યો. એક આંખમાંથી આખું કોર્નિયા એક દૃષ્ટિહીન વ્યક્તિની આંખમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું, જેનાથી તેઓ ઓછામાં ઓછી એક આંખમાં ફરી દ્રષ્ટિ મેળવી શક્યા છે. જ્યારે પહેલાના સમયમાં દ્રષ્ટિની ક્ષતિઓની પ્રકૃતિ અલગ-અલગ હતી, જેને પગલે ચોક્કસ ટ્રાન્સપ્લાન્ટેશન માટે કોર્નિયાનું વધુ વિચ્છેદન કરવું શક્ય નહોતું.
એકથી વધુને દાન શક્ય છે- ડૉ. ભુજંગ શેટ્ટી, નેત્રાલયન હોસ્પિટલ
નારાયણ નેત્રાલયના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ડૉ. કે. ભુજંગ શેટ્ટીના જણાવ્યા અનુસાર, હવે આ બદલાઈ ગયું છે. શેટ્ટીએ જણાવ્યું હતું કે “નવીનતમ ટેક્નોલોજીએ માઇક્રોસ્કોપિક ચોકસાઇ સાથે કોર્નિયાના વિવિધ ભાગોને કાપવાનું શક્ય બનાવ્યું છે”. આનો અર્થ એ છે કે કોર્નિયાના વિવિધ ટુકડાઓ એકથી વધુ લોકોને દાન કરી શકાય છે, જે તેમની દૃષ્ટિની ક્ષતિની પ્રકૃતિને આધારે છે.
કોર્નિયલ બટનનું બે વ્યક્તિને દાન કરાયું
કોર્નિયાનો આગળનો ભાગ – કોર્નિયલ બટન – અનુક્રમે કેરાટોકોનસ અને કોર્નિયલ ડિસ્ટ્રોફીથી પીડાતા બે યુવાન દર્દીઓ પાસે ગયો. કેરાટોકોનસ એ આંખનો રોગ છે જે કોર્નિયાની રચનાને અસર કરે છે, પરિણામ એ આવે છે કે વ્યક્તિ દ્રષ્ટિ ગુમાવે છે. કોર્નિયલ ડિસ્ટ્રોફી એ એક પ્રગતિશીલ આંખનો વિકાર છે જેમાં આંખના સ્પષ્ટ બાહ્ય પડમાં અસાધારણ સામગ્રી ઘણીવાર એકઠી થાય છે. આ ડીપ એન્ટેરીયર લેમેલર કેરાટોપ્લાસ્ટી તરીકે ઓળખાતી પ્રક્રિયા દ્વારા કરવામાં આવ્યું હતું.
આંખના લિમ્બસનું પણ બે વ્યક્તિમાં દાન કરાયું
આ ઉપરાંત, લિમ્બસ – એક પેશી જે કોર્નિયાને સ્ક્લેરા સાથે જોડે છે, આંખની સફેદ પડ કે જે આંખની કીકીની બહારના મોટા ભાગને આવરી લે છે – કોર્નિયલ એન્ડોથેલિયલ ડિકમ્પેન્સેશનવાળા બે દર્દીઓમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી હતી, તબીબી ક્ષેત્રમાં આ સમગ્ર પ્રક્રિયાને ડેસેમેટની સ્ટ્રીપિંગ એન્ડોથેલિયલ કેરાટોપ્લાસ્ટી તરીકે ઓળખવામાં આવે છે.
આ પણ વાંચો :અભિનેત્રી ક્રિસ્ટન સ્ટુવર્ટે કરી ગર્લફ્રેન્ડ ડાયલન મેયર સાથે સગાઈ, ટૂંક સમયમાં કરશે લગ્ન…
આ પણ વાંચો :ફરી એક સાથે જોવા મળ્યા સલમાન ખાન અને યુલિયા વંતુર, જુઓ
આ પણ વાંચો :સલમાન ખાને તેના ભાઈ શાહરુખ ખાનને બર્થ ડે પર આ રીતે કર્યું વિશ, તમે પણ જુઓ
