Birthday/ કેપ્ટન કોહલીનાં જન્મ દિવસ પર રાજનેતાઓએ પાઠવી શુંભકામનાઓ

વિરાટ કોહલીનાં જન્મદિવસની ચાહકો શુભેચ્છા પાઠવી રહ્યા છે. પ્રશંસકોની સાથે રાજનીતિનાં મોટા દિગ્ગજોએ પણ વિરાટ કોહલીને અભિનંદન પાઠવ્યા છે. 

Top Stories Sports
કોહલી જન્મ દિવસ

ભારતીય ક્રિકેટ ટીમનાં કેપ્ટન વિરાટ કોહલીનો આજે 33મો જન્મદિવસ છે. 5 નવેમ્બર 1988નાં રોજ દિલ્હીમાં જન્મેલા વિરાટને આજે કોઈ પરિચયની જરૂર નથી. માત્ર 23 વર્ષની ઉંમરમાં 2 વર્લ્ડકપ જીતનાર વિરાટ કોહલી આજે ભારતીય ટીમનો સૌથી સફળ ટેસ્ટ કેપ્ટન પણ છે. તેણે પોતાની 13 વર્ષની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દીમાં ઘણા રેકોર્ડ બનાવ્યા છે.

કોહલી જન્મ દિવસ

આ પણ વાંચો – T20 World Cup / તો શું ભારત અને અફઘાનિસ્તાનની મેચ ફિક્સ હતી? વકાર-વસીમે આપ્યો આ જવાબ

આ ખાસ કારણોસર, વિરાટ કોહલીનું નામ વિશ્વનાં શ્રેષ્ઠ બેટ્સમેન અને કેપ્ટન બન્નેમાં ગણવામાં આવે છે. જો કે, વિરાટ કોહલીનાં નેતૃત્વમાં ભારતીય ટીમ હજુ સુધી એક પણ ICC વર્લ્ડકપનો ખિતાબ જીતી શકી નથી અને આ સંઘર્ષમાં કોહલી અને ટીમ UAE અને ઓમાનમાં યોજાનાર T20 વર્લ્ડકપ માટે ભરપૂર પ્રયાસ કરી રહી છે. આ ખાસ અવસર પર તેના ચાહકો તેને જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યા છે. પ્રશંસકોની સાથે રાજનીતિનાં મોટા દિગ્ગજોએ પણ વિરાટ કોહલીને અભિનંદન પાઠવ્યા છે. વિરાટને અભિનંદન આપતાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ લખ્યું, “ભારતીય ક્રિકેટ ટીમનાં કેપ્ટન, બેટ્સમેન વિરાટ કોહલીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. તમે સ્વસ્થ અને લાંબુ જીવો, ભગવાનને આજ કામના છે.”

કોહલી જન્મદિવસ શુભકામનાઓ

આ પણ વાંચો – T20 World Cup / શ્રીલંકા વિરુદ્ધ હાર બાદ વેસ્ટ ઈન્ડિઝનાં ઓલરાઉન્ડર ખેલાડી ડ્વેન બ્રાવોએ કરી નિવૃત્તિની જાહેરાત

કોહલીને ઉત્તર પ્રદેશનાં નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય અને કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કુ એપ પર અભિનંદન પાઠવ્યા છે. કેશવ પ્રસાદ મૌર્યએ કુઓ પર અભિનંદન આપતા લખ્યું, “તમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ, પ્રખ્યાત બેટ્સમેન અને ભારતીય ક્રિકેટ ટીમનાં કેપ્ટન શ્રી વિરાટ કોહલી જી. ભગવાન તમને લાંબુ આયુષ્ય આપે અને હંમેશા સ્વસ્થ અને ખુશ રાખે.” આ સાથે તેમણે વિરાટ કોહલીનું એક શાનદાર પોસ્ટર પણ શેર કર્યું છે. લોકો તેમને ખૂબ પસંદ કરી રહ્યા છે.

કોહલી જન્મ દિવસ

ઉલ્લેખનીય છે કે, 2008માં શ્રીલંકા વિરુદ્ઘ વનડેમાં ડેબ્યૂ કરનાર વિરાટ કોહલી આ ફોર્મેટમાં સૌથી ઝડપી 8000, 9000, 10000, 11000 અને 12000 રન બનાવનાર બેટ્સમેન છે. કોહલીએ માત્ર 175 ઇનિંગ્સમાં 8000 રન પૂરા કર્યા, જ્યારે માત્ર 242 ઇનિંગ્સમાં 12000 રન પૂરા કર્યા. માત્ર ઝડપી રન બનાવવાની વાત નથી, પરંતુ આમાં સદીની ચર્ચા કરવી પણ જરૂરી છે. રન મશીન અને સેન્ચ્યુરી મશીન નામ કોહલીને એમ જ નહોતું મળ્યું. કોહલીએ અત્યાર સુધી તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં 70 સદી ફટકારી છે, જેમાં કેપ્ટન તરીકે 41 સદી સામેલ છે, જે એક વિશ્વ રેકોર્ડ છે. કોહલીની 43 ODI સદીઓમાંથી 35 એવી બનાવી છે જ્યારે ભારતીય ટીમે જીત મેળવી હોય, જે એક વર્લ્ડ રેકોર્ડ છે. આમાં એક સદી 2013માં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ આવી હતી, જ્યારે જમણા હાથનાં બેટ્સમેને માત્ર 52 બોલમાં સદી ફટકારી હતી, જે ભારત માટે વનડેમાં સૌથી ઝડપી સદીનો રેકોર્ડ છે.