હુમલો/ બીજેપી સાંસદની કાર પર ખેડૂતોનો હુમલો, પોલીસે પ્રદર્શનકારીઓની કરી અટકાયત

હરિયાણાના હિસારમાં બીજેપી સાંસદ રામચંદ્ર જાંગરાને ખેડૂતોના વિરોધનો સામનો કરવો પડ્યો હતો. ખેડૂતોએ સાંસદની કારના કાચ પણ તોડી નાખ્યા

Top Stories India

હિસારમાં બીજેપી સાંસદ રામચંદ્ર જાંગરાને ખેડૂતોના ભારે વિરોધનો સામનો કરવો પડ્યો છે. ભાજપના નેતા અને રાજ્યસભાના સાંસદ રામચંદ્ર જાંગરા એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે નારનૌદ પહોંચ્યા હતા. ખેડૂતોને તેમના આગમનની જાણ થતાં જ તેઓ એકઠા થઈ ગયા અને ભાજપના સાંસદ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવા લાગ્યા. વિરોધ દરમિયાન ખેડૂતોએ સાંસદની કારના કાચ તોડી નાખ્યા હતા. ત્યારે પોલીસ સાથે ખેડૂતોની ઘર્ષણ પણ થયું છે. પોલીસે કેટલાક દેખાવકારોની અટકાયત કરી છે. ખેડૂતોએ ભાજપના સાંસદને કાળા ઝંડા બતાવ્યા છે.

સુત્રો દ્ધારા મળતી માહિતી પ્રમાણે હરિયાણાના હિસારમાં બીજેપી સાંસદ રામચંદ્ર જાંગરાને ખેડૂતોના વિરોધનો સામનો કરવો પડ્યો હતો. ખેડૂતોએ સાંસદની કારના કાચ પણ તોડી નાખ્યા. આ ઘટના નારનૌદ વિસ્તારની જણાવવામાં આવી રહી છે. બીજેપી સાંસદ રામચંદ્ર જાંગરા અહીં એક કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચ્યા હતા. જ્યારે ભાજપના સાંસદના આગમનની જાણ થતાં ખેડૂતો ઘટનાસ્થળે એકત્ર થઈ ગયા અને થોડી જ વારમાં મોટી સંખ્યામાં ખેડૂતો એકત્ર થયા.

રોષે ભરાયેલા ખેડૂતોને કાબૂમાં લેવા પોલીસ દળને ભારે જહેમત ઉઠાવવી પડી હતી. વિરોધ દરમિયાન ખેડૂતોએ ભાજપના સાંસદને કાળા ઝંડા પણ બતાવ્યા હતા. ખેડૂતોએ પોલીસકર્મીઓ પર લાઠીચાર્જ કરવાનો પણ આરોપ લગાવ્યો છે. નારનૌંદ શહેરના રામાયણ ગામમાં ખેડૂતોએ રાષ્ટ્રીય ધોરીમાર્ગને બ્લોક કરી દીધો અને પોલીસ સ્ટેશનમાં પ્રદર્શન કર્યું. પોલીસે વિરોધ કરી રહેલા કેટલાક ખેડૂતોની અટકાયત કરી છે.