મેઘાલયનાં ગવર્નર સત્યપાલ મલિકે રવિવારે ભારપૂર્વક જણાવ્યું હતું કે, તેઓ વર્તમાન કૃષિ મુદ્દાઓ પર મૌન રહેશે કારણ કે તેઓ કંઈપણ કહે તો વિવાદ પેદા થઇ જશે. મલિક સતત કેન્દ્રની ટીકા કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, જો તેમને ‘દિલ્હીનાં લોકો’ એવું કરવા કહેશે તો તેઓ રાજ્યપાલ પદ છોડી દેશે. પહેલા દિવસે જ્યારે મેં ખેડૂતોનાં પક્ષમાં વાત કરી ત્યારે મેં નક્કી કર્યું હતું કે હું આ પદ છોડી દઈશ અને ખેડૂતોનાં ધરણા પર બેસીશ.
#WATCH | If I say something on farm issues, it will become a controversy. I wait for weeks for a call from Delhi…A Guv can't be removed but my well-wishers wait for me to say something… The day I am told by Delhi people to leave, I will do so: Meghalaya Guv Satya Pal Malik pic.twitter.com/XMruK4yQ5u
— ANI (@ANI) November 7, 2021
આ પણ વાંચો – રાજકીય / શું મોદી સરકારે કેન્દ્રીય તપાસ એજન્સીઓનું ખાનગીકરણ કર્યું છે? :સંજય રાઉતનો ભાજપ પર પ્રહાર
જયપુરમાં એક કાર્યક્રમમાં બોલતા સત્યપાલ મલિકે કહ્યું કે, જો હું ખેડૂતોનાં મુદ્દા પર કંઇક કહું તો તે વિવાદ બની જશે. અખબારો એવું કરી દે છે કે હું 2 અઠવાડિયા સુધી દિલ્હીનાં કોલની રાહ જોઉં છું. જો કે રાજ્યપાલને હટાવી શકાય તેમ નથી, પરંતુ મારા શુભચિંતકો રાહ જોઈ રહ્યા છે કે તેઓ કંઈક બોલે અને બાદમાં હટે. જે વ્યક્તિએ મને બનાવ્યો છે, તે દિલ્હીનાં 2-3 લોકો છે અને હું તેમની મરજી વિરુદ્ધ બોલી રહ્યો છું, જે દિવસે તેઓ કહેશે કે અમને તકલીફ છે ચાલ્યા જાઓ, તો હું એક મિનિટ પણ નહીં કાઢું. અન્ય એક વીડિયોમાં મલિક કૃષિ કાયદાઓ પર કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કરતા જોવા મળ્યા હતા. તેમણે કહ્યું કે, આ કૃષિ આંદોલનમાં 600 લોકો મૃત્યુ પામ્યા છે… દિલ્હીનાં ‘નેતાઓ’ એક પ્રાણી (કૂતરી)નાં મૃત્યુ પર શોક વ્યક્ત કરે છે, પરંતુ તેઓ લોકસભામાં 600 ખેડૂતોનો ઠરાવ પસાર કરી શકતા નથી. તાજેતરમાં, તેમણે એમ કહીને વિવાદ કર્યો હતો કે જો ભાજપ વિરોધ કરી રહેલા ખેડૂતોની માંગણીઓ પૂરી નહીં કરે, તો તે સત્તામાં પાછા નહીં આવે. ઑક્ટોબરમાં રાજસ્થાનનાં ઝુંઝુનુ જિલ્લામાં એક કાર્યક્રમની બાજુમાં સ્થાનિક પત્રકારો સાથે વાત કરતા, તેમણે કહ્યું હતું કે, જો ખેડૂતોની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો આ સરકાર સત્તામાં પાછી નહીં આવે.
#WATCH | 600 people have died in this farm movement… Even when an animal dies, Delhi 'netas' express condolences, but they could not pass the proposal of 600 farmers in Lok Sabha..: Meghalaya Governor Satya Pal Malik, in Jaipur pic.twitter.com/Mz8RiaCScC
— ANI (@ANI) November 7, 2021
આ પણ વાંચો – પૃથ્વી સાથે અથડાતા રહી ગયો એસ્ટોરોઇડ / પૃથ્વીની ખૂબ જ નજીકથી પસાર થઇ ગયો એસ્ટોરોઈડ, વૈજ્ઞાનિકોને ખબર પણ ના પડી
તેમણે વધુમાં કહ્યુ કે, ભાજપનાં નેતાઓ હવે ઉત્તર પ્રદેશનાં ઘણા ગામડાઓમાં પ્રવેશી પણ શકતા નથી. હું મેરઠનો છું, મારા વિસ્તારનાં કોઈપણ ગામમાં ભાજપનો કોઈ નેતા પ્રવેશી શકશે નહીં. તેઓ મેરઠ, મુઝફ્ફરનગર, બાગપતમાં પ્રવેશી શકશે નહીં. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, શું તેઓ ખેડૂતોની સાથે ઊભા રહેવા માટે તેમનું પદ છોડી દેશે, ત્યારે મલિકે કહ્યું કે, તેઓ ખેડૂતોની સાથે ઉભા છે અને હાલમાં તેમને પદ છોડવાની કોઈ જરૂર નથી, પરંતુ જો જરૂર પડશે તો તેઓ આમ પણ કરશે.
