શિવસેનાના સાંસદ સંજય રાઉતે રવિવારે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે પ્રશ્ન કર્યો કે શું કેન્દ્ર સરકારે જેલો અને કેન્દ્રીય તપાસ એજન્સીઓનું ખાનગીકરણ કર્યું છે. અહીં પત્રકારો સાથે વાત કરતા, રાઉતે જણાવ્યું હતું કે ભાજપના નેતાઓ, જેઓ તાજેતરમાં પાર્ટીમાં જોડાયા છે અને “પક્ષની વિચારધારા સાથે કોઈ સંબંધ નથી”, તેઓ દરરોજ રાજકીય હરીફોને જેલની ધમકી આપી રહ્યા છે.
સંજય રાઉતે નિશાન સાધ્યું હતું
રાજ્યસભાના સભ્ય રાઉતે મોદી સરકાર પર નિશાન સાધતા કહ્યું કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમામ સરકારી મિલકતોનું ખાનગીકરણ કરી રહ્યા છે. શું જેલો અને કેન્દ્રીય તપાસ એજન્સીઓનું ખાનગીકરણ કરવામાં આવ્યું છે? શું જેલ તમારી અંગત મિલકત છે? એવું માનવામાં આવે છે કે રાઉતનું આ નિશાન બીજેપી નેતા કિરીટ સોમૈયાની તરફ હતું. વાસ્તવમાં મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખની ધરપકડ બાદ કિરીટ સોમૈયાએ શિવસેના, એનસીપી અને કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે EDએ દેશમુખની ધરપકડ કરી છે. હવે અન્ય નેતાઓનો નંબર આવશે, રિકવરીના પૈસા કોની પાસે જતા હતા.
EDએ તાજેતરમાં અનિલ દેશમુખની ધરપકડ કરી હતી
મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના નેતા અનિલ દેશમુખની આ મહિનાની શરૂઆતમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. મહારાષ્ટ્રના પરિવહન પ્રધાન અને શિવસેનાના ધારાસભ્ય અનિલ પરબ અગાઉ દેશમુખ અને અન્યો સામે નોંધાયેલા મની લોન્ડરિંગ કેસમાં ઇડી સમક્ષ હાજર થયા હતા. આવકવેરા વિભાગે ગયા મહિને રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અને એનસીપી નેતા અજિત પવારના પરિવારના સભ્યો સાથે જોડાયેલા કેટલાક વ્યવસાયિક સ્થળો પર દરોડા પાડ્યા હતા.
EDએ તાજેતરમાં જ શિવસેનાના સાંસદ ભાવના ગવળીને અન્ય મની લોન્ડરિંગ કેસમાં સમન્સ પાઠવ્યું હતું. એજન્સીએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ (PMLA) એક્ટની જોગવાઈઓ હેઠળ નોંધાયેલા આ ગુનાહિત કેસમાં ગવલીના સહયોગી સઈદ ખાનની ધરપકડ કરી હતી.
હવામાન / અરબી સમુદ્રમાં લો ડિપ્રેશન, માછીમારોને દરિયો નહીં ખેડવાની સૂચના
દ્વારકા / પાક.ની ફરી નાપાક હરકત, ફિશિંગ બોટ પર કર્યું ફાયરીગ, એક માછીમારનું મોત
ગજબ છે ..! / અનોખું ગામ જ્યાં મહિલાઓના વાળ તેમની લંબાઈ કરતા વધુ લાંબા હોય છે
Technology / ફોનમાં એક્ટિવ ઈન્ટરનેટ ન હોવા છતાં પણ વોટ્સએપ વેબ ચાલી શકશે, આ રીતે કરો કનેક્ટ
ગજબ છે ..! / રેલવે સ્ટેશન કે એરપોર્ટ? અહીની વિશ્વકક્ષાની સુવિધાઓ જોઈ ચોક્કસથી આંખો અંજાઈ જશે
World / ડ્રેગન બનાવી રહ્યું છે ખતરનાક જૈવિક હથિયાર, વિશ્વ માટે ઘાતક સાબિત થઇ શકે છે
