લોન્ચ/ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે સમાજવાદી પરફ્યુમ લોન્ચ કર્યું

સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે આજે લખનૌમાં સમાજવાદી પરફ્યુમ લોન્ચ કર્યું, જે 22 કુદરતી સુગંધથી બનેલું છે

India

સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે આજે લખનૌમાં સમાજવાદી પરફ્યુમ લોન્ચ કર્યું, જે 22 કુદરતી સુગંધથી બનેલું છે. તેની બોટલનો રંગ પાર્ટીના ફલેગ જેવો લાલ અને લીલો છે. અખિલેશે સીએમ યોગીનું નામ લીધા વિના ટોણો માર્યો કે જો તેમને આ પરફ્યુમ મળશે તો તેઓ તેની સુગંધ તો બદલી શકશે નહીં પરંતુ રંગ ચોક્કસ બદલી નાખશે. પરફ્યુમ બનાવનાર સમાજવાદી પાર્ટીના MLC પમ્મી જૈન કન્નૌજના અત્તરના વેપારી છે. તેમનું કહેવું છે કે પરફ્યુમ બનાવવામાં અખિલેશ યાદવનો અભિપ્રાય પણ સામેલ છે.

સમાજવાદી પાર્ટી કાર્યાલયમાં સમાજવાદી પરફ્યુમ લોન્ચ કરવામાં આવ્યું. અખિલેશ યાદવ અને પાર્ટીના અન્ય નેતાઓએ મંચ પરથી તેમના હાથમાં પરફ્યુમની શીશીઓ બતાવી.  બોટલનો રંગ સપાના ઝંડા જેવો લાલ અને લીલો છે. તેમણે કહ્યું સમાજમાં સુંગધની મહેક ફેલાવશે ,જે સમાજવાદી પાર્ટી અને સમાજવાદી વિચારધારાની યાદ અપાવીને છોડી દેશે. રંગ પણ લાલ લીલો રાખવામાં આવ્યો છે. જો આ બોટલ બીજે ક્યાંક જાય છે, તો પછી તેની ગંધ બદલાય કે ન બદલાય પણ  ચોક્કસપણે રંગ બદલશે.

પાર્ટીના એમએલસી અને પરફ્યુમ બનાવનાર પમ્મી જૈને કહ્યું કે તેને બે વૈજ્ઞાનિકોએ ચાર મહિનામાં તૈયાર કર્યું છે. તેમાં 22 કુદરતી સુગંધ છે. અને આ પછી બનેલા પરફ્યુમમાં 24 કુદરતી સુગંધ હશે. આ સંખ્યાનું રાજકીય મહત્વ પણ છે.વધુમાં  કહ્યું કે “22 કુદરતી સુગંધ મેળ ખાતી હતી કારણ કે ઉત્તર પ્રદેશમાં વર્ષ 2022માં ચૂંટણીઓ આવવાની છે. આ નફરતની દીવાલ, નફરતની આંધી રાજ્યમાં ફેલાઈ રહી છે, આ સમાજવાદી અત્તર નફરતના વાવાઝોડાને ખતમ કરીને પ્રેમ અને ભાઈચારાનું વાતાવરણ બનાવવાનું કામ કરશે. આ પછી, બીજી સુગંધ તૈયાર કરવામાં આવી રહી છે જેમાં 24 કુદરતી સુગંધ હશે. તે 2024માં દેશભરમાં ફેલાયેલા નફરતના વાવાઝોડાને દૂર કરવા માટે પણ કામ કરશે.