ઉત્તર પ્રદેશનાં અલીગઢમાં અઢી વર્ષની બાળકીની નિર્મમ હત્યા કરવામાં આવી છે. આ ઘટનાએ સમગ્ર દેશને એક મોટો ઝટકો આપ્યો છે. સામાન્ય માણસથી લઇને બોલિવુડનાં સ્ટાર સુધી દરેકે આ ઘટના પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો છે. અલીગઢનાં ટપ્પલ થાના વિસ્તારનાં બૂઢા ગામમાં 31 મેનાં રોજ એક બાળકી ગુમ થઈ ગઇ હતી. છોકરીનાં પરિવારનાં સભ્યોએ પોલીસ સ્ટેશનમાં આ વિશે પોતાની ફરિયાદ દાખલ કરી હતી.
બાળકીનાં ગુમ થયાનાં પાંચ દિવસ બાદ લોકોએ એક કચરાનાં ઠગલામાં કૂતરાઓનાં જુડ્ડને એક મૃતદેહ પર ઝપટ્ટો મારતા જોયુ જ્યાથી ખરાબ દુર્ગધ આવી રહી હતી. જ્યારે લોકો નજીક ગયા, ત્યારે તે ખબર પડી કે તે એજ નિર્દોષનો મૃતદેહ છે જે 31 મેનાં રોજ ગુમ થઇ હતી. શરૂઆતમાં તેવી સંભાવનાઓ સામે આવી કે આ છોકરી પર કોઇ હેવાનોએ પોતાની હેવાનિયત વરસાવી છે અને બાદમાં તેને મારી નાખી. જો કે, દુષ્કર્મનાં કેસને પોલીસે નકારી કાઢ્યો છે.
બાળકનાં શરીરની સ્થિતિ જોઈને, કોઈનું પણ હૃદય કંપાવી શકે છે. છોકરીની આંખો બહાર આવી ગઇ હતી અને હાથ શરીરથી અલગ થઈ ગયો હતો. બાળકીની સાથે દુષ્કર્મની સંભાવનાને લઇને અલીગઢનાં એસપી આકાશ કુલહરીએ કહ્યુ કે, બાળકીની મોત ગળુ દબાવીને કરવામાં આવી છે અને તેની સાથે દુષ્કર્મ નથી કરવામા આવ્યો. પોલીસનાં દાવા મુજબ આ વાતનો ખુલાસો પોસ્ટ મોર્ટમ રિપોર્ટ બાદ કરવામાં આવ્યો છે. પોલીસનાં જણાવ્યા મુજબ, બાળકીની મોતનું કારણ જૂની અદાવત છે અને આ મામલે બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. પીડિત પરિવારે આ મામલે આરોપીની પત્નિ અને તેના નાના ભાઇને પણ આરોપી બનાવવાની માંગણી કરી છે.
સૌથી ચૌંકાવનારો ખુલાસો કરતા પોલીસે કહ્યુ કે, આ હત્યાને માત્ર 5 હજાર રૂપિયાનાં ઝગડાનાં કારણે અંજામ આપવામાં આવ્યો હતો. જાણાવા મળ્યુ છે કે, 40 હજાર રૂપિયાનાં દેવામાં પીડિત પરિવારે 35 હજાર રૂપિયા પરત કરી દીધા હતા અને 5 હજારને લઇને વિવાદ ચાલી રહ્યો હતો. જોવાનું રહેશે કે આ મામલે દોષીઓને સજા મળશે કે પછી રિહાઇ.
