અબુ ધાબીમાં બુધવારે રમાયેલી પ્રથમ રોમાંચક સેમિફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડની ટીમે ઈંગ્લેન્ડને 5 વિકેટે હરાવીને ICC T20 વર્લ્ડકપ 2021ની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ઓપનિંગ બેટ્સમેન ડેરીલ મિશેલે 47 બોલનો સામનો કરીને ચાર ચોક્કા અને ચાર છક્કાની મદદથી અણનમ 72 રન બનાવ્યા હતા. વળી, ઓલરાઉન્ડર જિમી નીશમે 11 બોલમાં એક ચોક્કા અને ત્રણ છક્કાની મદદથી 27 રનની તોફાની ઇનિંગ રમીને મેચ કિવી ટીમનાં હાથમાં લાવી દીધી હતી.
https://www.instagram.com/reel/CWGo0LBoFpe/?utm_source=ig_web_copy_link
આ પણ વાંચો – T20 World Cup / વિરાટ કોહલીની દીકરીને દુષ્કર્મની ધમકી આપનાર આરોપીની પોલીસે કરી ધરપકડ
આ મેચની અંતિમ ઓવરોમાં કંઈક એવું બન્યું જેણે 2019નાં વર્લ્ડકપની ફાઈનલની એક ઘટના યાદ કરાવી. આપને જણાવી દઇએ કે, ન્યૂઝીલેન્ડની ઇનિંગ્સની 17મી ઓવરનાં ચોથા બોલ પર જિમી નીશમે લોગ ઓન પર ક્રિસ જોર્ડન વિરુદ્ધ શ્રેષ્ઠ શોટ રમ્યો હતો. બોલ બાઉન્ડ્રી માટે જતો હોય તેવું લાગી રહ્યું હતું, પરંતુ વચ્ચે જોની બેરસ્ટો આવ્યો. બેરસ્ટોએ શાનદાર રીતે બોલને પકડ્યો અને કેચને પૂર્ણ કરવા માટે બોલને લિયામ લિવિંગસ્ટોન તરફ ફેંક્યો હતો. આ પછી ઈંગ્લેન્ડનાં ખેલાડીઓએ જશ્ન મનાવવાનું શરૂ કર્યું, પરંતુ રિપ્લેએ સ્પષ્ટ કર્યું કે બોલ છોડતા પહેલા બેરસ્ટોનું શરીર બાઉન્ડ્રી લાઈનને સ્પર્શ્યું કરી ગયુ હતું. નીશમ ટૂંકમાં બચી ગયો અને તે પછી તેણે એક સિક્સ સહિત વધુ 10 રન બનાવ્યા. આ ઘટના બાદ મેચ ન્યૂઝીલેન્ડનાં હાથમાં આવી ગઇ હતી.
Martin Guptill: 🙌
Ben Stokes: 🙌
Marais Erasmus: 🙌
Man in the crowd: 🙌It was so close to being a breathtaking catch from Trent Boult, but it ended up being a match-turning maximum!
Your @Nissan Play of the Day for the #CWC19Final pic.twitter.com/VqebPwgWO8
— ICC (@ICC) July 16, 2019
આ પણ વાંચો – ICC T-20 WORLD CUP / પ્રથમ સેમીફાઇનમાં ન્યુઝીલેન્ડે ઇંગ્લેન્ડને 5 વિકેટથી હરાવીને ફાઇનલમાં પ્રવેશ
2019 ODI વર્લ્ડકપ દરમિયાન, બેન સ્ટોક્સે 49મી ઓવરનાં ચોથા બોલ પર નીશમ સામે લોગ ઓન પર શોટ રમ્યો હતો. સિક્સર માટે જતો બોલ ટ્રેન્ટ બોલ્ટનાં કેચમાં ફેરવાઈ ગયો હતો, પરંતુ આ દરમિયાન તેનો પગ બાઉન્ડ્રી લાઈનને સ્પર્શી ગયો હતો. આ જીવનદાન બાદ સ્ટોક્સે ઈંગ્લેન્ડ માટે વર્લ્ડકપ જીત્યો હતો. નીશમે 18મી ઓવરનાં બીજા અને ચોથા બોલ પર આદિલ રાશિદ સામે બે છક્કા ફટકારીને સમીકરણ સરળ બનાવ્યું હતું. જોકે, 18મી ઓવરનાં અંતિમ બોલ પર તે 11 બોલમાં 27 રનની ધમાકેદાર ઇનિંગ રમીને મોર્ગનનાં હાથે કેચ આઉટ થયો હતો. જ્યારે રાશિદે તેને પેવેલિયન પરત મોકલ્યો ત્યારે ન્યૂઝીલેન્ડને 12 બોલમાં માત્ર 20 રન બનાવવાના હતા. અને 19મી ઓવરમાં જ ડેરેલ મિશેલે ક્રિસ વોક્સ સામે રન બનાવ્યા અને પોતાની ટીમને ફાઇનલમાં સુધી લઈ ગયો. આપને જણાવી દઈએ કે, ન્યૂઝીલેન્ડની ટીમ આ ફોર્મેટમાં પ્રથમ વખત વર્લ્ડકપની ફાઇનલમાં પહોંચી છે. ટાઈટલ મેચ 14 નવેમ્બરે દુબઈમાં રમાશે.
