Asia Cup 2025: આજે ભારત અને પાકિસ્તાન વચ્ચેનો ટાઇટલ મુકાબલો રાત્રે 8 વાગ્યે દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે થશે. બંને ટીમો જીતનું લક્ષ્ય રાખશે. ફાઇનલ મેચ પહેલા, ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે ફોટોશૂટ કરાવવાનો ઇનકાર કર્યો હતો, જેનાથી પાકિસ્તાની કેપ્ટન સલમાન આગા ગુસ્સે થયા હતા.
અમે જીતીશુ
સલમાને સ્વીકાર્યું કે ટાઇટલ મેચમાં બંને ટીમો ભારે દબાણમાં હશે. ભારત 2025 એશિયા કપમાં પાકિસ્તાનને બે વાર હરાવી ચૂક્યું છે. ભારતે ગ્રુપ સ્ટેજમાં પાકિસ્તાનને 7 વિકેટથી અને સુપર ફોરમાં 6 વિકેટથી હરાવ્યું હતું. છતાં, સલમાનને વિશ્વાસ છે કે તેની ટીમ જીતશે.
તેમણે કહ્યું, “અમે જીતીશું. અમારો પ્રયાસ શ્રેષ્ઠ ક્રિકેટ રમવાનો છે. અમે જાણીએ છીએ કે જો આમે શ્રેષ્ઠ ક્રિકેટ રમીશું અને 40 ઓવર માટે અમારી યોજનાનો અમલ કરીશું, તો અમે કોઈપણ ટીમને હરાવી શકીએ છે.”
સૂર્યકુમાર યાદવના પ્રી-ફાઇનલ ફોટોશૂટનો ઇનકાર પર શું કહ્યુ સલમાન આગાએ
સલમાનને ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવના પાકિસ્તાની કેપ્ટન સાથે પ્રી-ફાઇનલ ફોટોશૂટ કરાવવાના ઇનકારના નિર્ણય વિશે પણ પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું, “તે આવવા માંગે છે કે નહીં તે સંપૂર્ણપણે તેમનો નિર્ણય છે. હું આ વિશે કંઈ કરી શકતો નથી.”
______________________________________________________________________________________________________
આ પણ વાંચો: Asia Cup/એશિયા કપ ફાઇનલ પહેલા પાકિસ્તાનમાં વધુ એક નાટક ઊભું કર્યું… PCB ચીફ નકવી ચૂકવશે હરિસ રૌફનો દંડ
આ પણ વાંચો: sports news/એશિયા કપ ફાઇનલ પહેલા પાકિસ્તાનના કપ્તાન સલમાન આગાએ ભારતીય ટીમને હરાવવાની કરી વાત
આ પણ વાંચો: sports news/IND vs PAK મેચમાં હરિસ રૌફને સજાનો સામનો કરવો પડશે, ફરહાને ખોટી રીતે જોડ્યુ વિરાટ કોહલીનું નામ!
