મુંબઈ
શનિવારે આસામી ભાષાની ફિલ્મ વિલેજ રોકસ્ટાર્સને ઓસ્કાર એવોર્ડમાં ઓફીશીયલ રીતે સીધી એન્ટ્રી મળી ગઈ છે. આ ફિલ્મના ડાયરેક્ટર રીમા દાસ છે.
Film Federation of India announces Assamese film #VillageRockstars as the official Oscar entry from India this year. pic.twitter.com/Z01pE6d4a8
— ANI (@ANI) September 22, 2018

રીમા દાસની વિલેજ રોકસ્ટાર ફિલ્મ એક યુવાન છોકરી વિશે છે કે જે ગીટારિસ્ટ એટલે કે સંગીતકાર બનવા માંગે છે. ૧૦ વર્ષની ધનુ એટલે કે ભનીતા દાસ એક એવા વિશ્વમાં રહેતી હોય છે કે જ્યાં છોકરીઓના કામ કરવા પણ લોકો પ્રશ્ન ઉઠાવતા હોય છે.

૧૦ વર્ષની ભનુ જે આસામના એક નાનકડા ગામડામાં રહે છે તેને વિશ્વમાં સંગીત ક્ષેત્રે પોતાનું નામ બનાવવું હોય છે. ભનુની માતા વિધવા હોય છે જે સિંગલ મધર તરીકે તેની દેખરેખ રાખે છે. આમ નાનકડા ગામની ૧૦ વર્ષીય છોકરીની વિશ્વમાં પ્રખ્યાત સંગીતકાર બનવાના સપનાની સ્ટોરીને ફિલ્મમાં આવરી લેવામાં આવી છે.



આ ફિલ્મને અત્યાર સુધીમાં ઘણા રાષ્ટ્રીય એવોર્ડ મળી ચુક્યા છે. આ ફિલ્મને ૬૫મો રાષ્ટ્રીય એવોર્ડ બેસ્ટ ફીચર ફિલ્મ તરીકે મળ્યો હતો. માત્ર ફિલ્મ જ નહી પરંતુ ફિલ્મના ડાયરેક્ટર અને લેખક રીમા દાસને બેસ્ટ ડાયરેક્ટર તેમજ ફિલ્મમાં બાળ કલાકાર ભનીતા દાસને પણ બેસ્ટ એક્ટિંગ માટે એવોર્ડ મળી ચુક્યા છે.
કુલ મળીને ૧૨ સભ્યોએ ભેગા મળીને ઓસ્કાર ૨૦૧૯માં બેસ્ટ ફોરેઇન લેન્ગવેજ ફિલ્મ કેટેગરી માટે ફિલ્મ વિશેની જાહેરાત કરી હતી. આ સભ્યોમાં એસવી રાજેન્દ્ર સિંહ બાબુ, સીબોપ્રસાદ મુખર્જી, મૃણાલ કુલકર્ણી અને વિનોદ ગનત્રા સહિત બીજા આઠ સભ્યો હતા.
જૂરી મેમ્બર અનંત મહાદેવને કહ્યું હતુ કે વિલેજ રોકસ્ટર્સ આંતરરાષ્ટ્રીય ધોરણો દ્વારા બનાવવામાં આવેલી સૌથી નજીકની ફિલ્મ છે. અમને ઘણો ગર્વ થાય છે કે ઓસ્કાર એવોર્ડ માટે અમે આ ફિલ્મને મોકલી છે.

રીમા દાસે એક ઈન્ટરવ્યુંમાં કહ્યું હતું કે મારી પાસે વિલેજ રોકસ્ટાર્સ માટે કોઈ સ્ટોરીબોર્ડ નથી. આ ફિલ્મ માટે મેં કોઈ કૃ મેમ્બરની સહાય નથી લીધી. તમને જણાવી દઈએ કે રીમા દાસે આ ફિલ્મમાં કોઈ પણ પ્રકારની આર્ટીફીશીયલ લાઈટનો ઉપયોગ નથી કર્યો.
તેમણે કહ્યું હતું કે મેં સવાર અને બપોરની કુદરતી મેજીક લાઈટમાં ફિલ્મનું શુટિંગ કર્યું છે.
તમને જણાવી દઈએ કે ભારતની કુલ મળીને ૨૯ ફિલ્મોને નોમીનેટ માટે સબમિટ કરવામાં આવી છે. આ લીસ્ટમાં રાઝી, પદ્માવત, હિચકી, ઓક્ટોબર, લવ સોનિયા, ગુલાબજામ, મહંતી, પીહુ, કડવી હવા, ભોગળા, રેવા, બાયસ્કોપવાલા, ૧૦૨ નોટ આઉટ, પેડમેન અને ન્યુડ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.

તમને જનાવી દઈએ કે ગુજરાતી ફિલ્મ રેવાને પણ ઓસ્કાર એવોર્ડ માટે નોમીનેટ કરવામાં આવી છે. આ ફિલ્મ પુસ્તક ‘તત્વમસી’ જેને ધ્રુવ ભટ્ટે લખ્યું છે તેના પર આધારિત છે.
ઉલ્લેખનીય છે કે ૯૧મો ઓસ્કાર એવોર્ડની જાહેર કરેલી તારીખ ૨૪ ફેબ્રુઆરી, ૨૦૧૯ છે.
