નવી દિલ્હી/ કેનેડાથી પાછી આવી 100 વર્ષ જૂની મૂર્તિ, કાશી વિશ્વનાથ મંદિરમાં મૂર્તિ સ્થાપિત કરાશે

કેનેડામાંથી મળી આવ્યા બાદ હવે દેવી અન્નપૂર્ણાની મૂર્તિ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ગુરુવારે લાવવામાં આવી છે.

Top Stories India
અન્નપૂર્ણા

કેનેડાથી ભારત માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે, જ્યાં કેનેડાથી 18મી સદીની દેવી અન્નપૂર્ણાની પથ્થરની પ્રતિમા ભારત પરત લવાઈ છે. હકીકતમાં, આજથી લગભગ 100 વર્ષ પહેલા દેવી અન્નપૂર્ણા ની એક મૂર્તિ વારાણસીથી ચોરાઈ હતી, જે હવે હાલ હવે કેનેડામાંથી મળી આવી છે.

આ પણ વાંચો : પ્રખ્યાત લેખક આનંદ શંકર પંડયાનું નિધન, PM મોદીએ વ્યકત કર્યું દુ:ખ

કેનેડામાંથી મળી આવ્યા બાદ હવે દેવી અન્નપૂર્ણાની મૂર્તિ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ગુરુવારે લાવવામાં આવી છે. કેન્દ્રિય રાજ્ય પ્રધાન મિનાક્ષી લેખીએ દિલ્હીમાં નેશનલ ગેલેરી ઓફ મોડર્ન આર્ટમાં આ પ્રતિમાની પૂજા કરી હતી, ત્યારબાદ હવે આ મૂર્તિ ઉત્તરપ્રદેશ સરકારને સોંપવામાં આવશે.

https://twitter.com/SNavajuddin/status/1458665137896783877?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1458665137896783877%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.newsnationtv.com%2Findia%2Fnews%2Fmaa-annapurna-idol-stolen-found-in-canada-to-be-given-back-to-up-govt-225015.html

ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ 15 નવેમ્બરે કાશી વિશ્વનાથ મંદિરમાં પ્રતિમાનો અભિષેક કરશે. ઉલ્લેખનીય છે કે, આ મૂર્તિની ઉંચાઈ 17 સેમી, પહોળાઈ 9 સેમી છે. જ્યારે આ મૂર્તિ 4 સેમી જાડી છે. સંસ્કૃતિ મંત્રાલયે આ અંગે જણાવ્યું હતું કે, વર્ષ 1976થી 55 મૂર્તિઓને ભારત પરત લાવવામાં આવી છે. આમાંથી 42 મૂર્તિઓને વર્ષ 2014 પછી દેશમાં પરત લાવવામાં આવી છે અને અન્નપૂર્ણા માતાની મૂર્તિ આમાંથી એક છે.

આ પણ વાંચો : સમાજવાદીના અધ્યક્ષ અખિલેશ યાદવે ગઠબંધન મામલે શું કહ્યું જાણો…

ઉત્તરપ્રદેશમાં દેવી અન્નપૂર્ણાની મૂર્તિને સૌથી પહેલા અલીગઢ લાવવામાં આવશે, ત્યારબાદ મૂર્તિને 12 નવેમ્બરે કન્નૌજ અને પછીથી ૨ દિવસ બાદ 14 નવેમ્બરે અયોધ્યા પહોંચાડવામાં આવશે. ત્યારબાદ અંતે આ મૂર્તિને વારાણસીમાં 15 નવેમ્બરે પહોંચાડવામાં આવશે, જ્યાં યોગ્ય અનુષ્ઠાન પછી કાશી વિશ્વનાથ મંદિરમાં તેને સ્થાપિત કરાશે અને મંદિરમાં પ્રતિમાનો અભિષેક પણ કરાશે.

આપને જણાવી દઈએ કે, દેવી અન્નપૂર્ણાની આ વિશેષ મૂર્તિ છે. આ મૂર્તિની વાત કરવામાં આવે તો, તેની ઉંચાઈ 17 સેમી, પહોળાઈ 9 સેમી છે. જ્યારે આ મૂર્તિ 4 સેમી જાડી છે. સંસ્કૃતિ મંત્રાલયે આ અંગે જણાવ્યું હતું કે, વર્ષ 1976થી 55 મૂર્તિઓને ભારત પરત લાવવામાં આવી છે. આમાંથી 42 મૂર્તિઓને વર્ષ 2014 પછી દેશમાં પરત લાવવામાં આવી છે અને અન્નપૂર્ણા માતાની મૂર્તિ આમાંથી એક છે.

આ પણ વાંચો : BMCએ ચૂંટણી પહેલા કોર્પોરેટરોની બેઠકમાં કર્યો વધારો ,કેબિનેટે લીધો મોટો નિર્ણય

આ પણ વાંચો :કંગનાએ કહ્યું 1947માં મળેલી આઝાદીએ ભીખ હતી,વાસ્તવિક આઝાદી 2014માં મળી,વરૂણ ગાંધીએ કર્યો પલટવાર

આ પણ વાંચો :નવાબ મલિકની પુત્રીએ ડ્રગ્સ મામલે પૂર્વ મુખ્યમંત્રી ફડણવીસને મોકલી નોટિસ,માફી માંગે નહિતર માનહાનિ કેસ