Not Set/ રાજસ્થાનને લઈને કોંગ્રેસમાં મંથન, CM ગેહલોત ફરીથી સોનિયા ગાંધીએ મળ્યા

રાજસ્થાનનાં મુખ્યમંત્રી અશોક ગેહલોત ફરીથી 10 જનપથ ખાતે સોનિયા ગાંધીના ઘરે પહોંચ્યા અને બેઠક બાદ તેમણે કહ્યું કે કેબિનેટના વિસ્તરણ પર….

India
રાજસ્થાનને

રાજસ્થાનને લઈને કોંગ્રેસમાં આંતરિક વિખવાદો સપાટી પર આવી ચુક્યા છે અને આ મામલે રાજકારણમાં પણ અનેકવાર ગરમાવો આવી ચુક્યો છે, ત્યારે હવે આ મામલે કોંગ્રેસ હાઈકમાન્ડમાં મંથન ચાલી રહ્યું છે.

આ પણ વાંચો :BRD મેડિકલ કોલેજના ડોક્ટર કફીલ ખાનને બરતરફ કરતાં પ્રિયંકા ગાંધીએ આપી પ્રતિક્રિયા…

આ તમામ ચર્ચાઓ વચ્ચે રાજસ્થાનનાં મુખ્યમંત્રી અશોક ગેહલોત ફરીથી 10 જનપથ ખાતે સોનિયા ગાંધીના ઘરે પહોંચ્યા અને બેઠક બાદ તેમણે કહ્યું કે કેબિનેટના વિસ્તરણ પર મેં મારો પક્ષ આપ્યો છે. આ પહેલા બુધવારે પણ રાહુલ ગાંધીના ઘરે કોંગ્રેસની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મુખ્યમંત્રી અશોક ગેહલોત, પ્રિયંકા ગાંધી અને કેસી વેણુગોપાલે હાજરી આપી હતી. આ બેઠકમાં રાહુલ ગાંધી હાજર ન હતા.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, કોંગ્રેસ હાઈકમાન્ડે ગેહલોતને ટૂંક સમયમાં કેબિનેટનું વિસ્તરણ કરવા અને સચિન પાયલટના વફાદારોને સામેલ કરવાની સૂચના આપી છે. સચિન પાયલોટે એમ પણ કહ્યું કે જે કાર્યકરોએ પાર્ટી માટે લોહી અને પરસેવો વહાવ્યો છે તેમને સન્માન આપવું જોઈએ.ચૂંટણી હવે બહુ દૂર નથી.

આ પણ વાંચો :RD મેડિકલ કોલેજના ડોક્ટર કફીલ ખાનને બરતરફ કરતાં પ્રિયંકા ગાંધીએ આપી પ્રતિક્રિયા…

જો કે આ બેઠક બાદ રાજસ્થાનને કોંગ્રેસના પ્રભારી અજય માકને કહ્યું હતું કે, કેબિનેટનું વિસ્તરણ ટૂંક સમયમાં થઈ શકે છે. જેમાં રાજસ્થાનની રાજકીય સ્થિતિ અંગે ચર્ચા થઈ હતી અને ઘણી મૂંઝવણ દૂર થઈ ગઈ છે.

આ પણ વાંચો :વાબ મલિકના મંત્રાલય હેઠળ આવતા વકફ બોર્ડના કૌભાંડની EDએ શરૂ કરી તપાસ,7 સ્થળો પર દરોડા

આ પણ વાંચો :કેનેડાથી પાછી આવી 100 વર્ષ જૂની મૂર્તિ, કાશી વિશ્વનાથ મંદિરમાં મૂર્તિ સ્થાપિત કરાશે

આ પણ વાંચો :પ્રખ્યાત લેખક આનંદ શંકર પંડયાનું નિધન, PM મોદીએ વ્યકત કર્યું દુ:ખ