T20 World Cup/ એવુ શું બન્યુ કે ઈંગ્લેન્ડ-ન્યૂઝીલેન્ડ મેચ દરમિયાન અચાનક ટ્રેન્ડ થવા લાગ્યા MS Dhoni? જાણો કારણ

ન્યૂઝીલેન્ડનો પૂર્વ ક્રિકેટર સિમોન ડૂલે મેચમાં કોમેન્ટ્રી કરી રહ્યા હતા. ન્યૂઝીલેન્ડની ઈનિંગ દરમિયાન તેમણે ધોનીનો ઉલ્લેખ કર્યો હતો, જેની વીડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી.

Sports
ધોની ટ્રેન્ડિંગ

ICC T20 વર્લ્ડકપ 2021ની પ્રથમ સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડ vs ઈંગ્લેન્ડ વિરુદ્ધ અબુ ધાબીનાં મેદાન પર રમાઇ હતી. આ મેચની શરૂઆત પહેલા ઘણા ક્રિકેટ એક્સપર્ટ ઈંગ્લેન્ડનું પલડુ ભારે હોવાની વાત કહી રહ્યા હતા. પરંતુ કિવી ટીમ એટલે કે ન્યૂઝીલેન્ડે કરી બતાવ્યુ કે શા માટે તે ટીમ ગુપ્ત રીતે પોતાનું કામ કરી નિકળી જવામાં નિષ્ણાત છે.

આ પણ વાંચો – T20 World Cup / ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મેચ પહેલા પાકિસ્તાન માટે આવ્યા Good News, આ બે ખેલાડીઓ મેચમાં રમશે

T20 વર્લ્ડકપ 2021માં પ્રથમ સેમિફાઇનલ બુધવારે (10 નવેમ્બર) ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ (NZ vs ENG) વચ્ચે રમાઇ હતી. આ મેચમાં ન્યૂઝીલેન્ડની ટીમે ખૂબ જ રોમાંચક રીતે જીત મેળવી અને દર્શકોનાં દિલ જીતી લીધા હતા. આ બધાની વચ્ચે એક એવી ઘટના પણ બની, જેણે ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni)ને સોશિયલ મીડિયા પર ટ્રેન્ડમાં લાવ્યો હતો. જણાવી દઇએ કે, સેમિફાઇનલમાં, ઈંગ્લેન્ડની ટીમે ટોસ હારીને પ્રથમ બેટિંગ કરીને 167 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમે 19 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી હતી. ન્યૂઝીલેન્ડનો પૂર્વ ક્રિકેટર સિમોન ડૂલે મેચમાં કોમેન્ટ્રી કરી રહ્યા હતા. ન્યૂઝીલેન્ડની ઈનિંગ દરમિયાન તેમણે ધોનીનો ઉલ્લેખ કર્યો હતો, જેની વીડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી. મેચ દરમિયાન, ન્યૂઝીલેન્ડ (NZ vs ENG) ને જીતવા માટે 7 બોલમાં માત્ર 4 રનની જરૂર હતી. તે દરમિયાન ઓપનર ડેરેલ મિશેલ સ્ટ્રાઈક પર હાજર હતો. આ દરમિયાન કોમેન્ટ્રી સિમોન ડૂલે કહ્યું હતું કે, ‘તમે મેચને જેટલી આગળ લઈ જાઓ છો, જેમ કે ધ ગ્રેટ એમએસ ધોનીએ કહ્યું હતું કે જ્યારે તમે મેચમાં બેટ્સમેન તરીકે મેચને લો છો, ત્યારે તમે મેચને જેટલી વધુ આગળ લઇ જાઓ છો, તેટલું જ તે મેચમાં બોલર પર વધુ દબાણ આવે છે.’ જ્યારે આ વીડિયો વાયરલ થયો, ત્યારે ચાહકોએ રમૂજી ટિપ્પણીઓ પણ કરી અને ધોનીનું નામ ટ્રેન્ડમાં લાવ્યું હતુ.

https://twitter.com/MSDevoteee/status/1458492133791256577?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1458492133791256577%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fhindi.insidesport.in%2Flatest%2Ft20-world-cup-2021-best-finisher-ms-dhoni-trend-on-social-media-during-nz-vs-eng-semifinal-52891%2F

આ પણ વાંચો – T20 World Cup / જીત બાદ લગ્નમાં આવેલા નારાજ ફૂવાની જેમ કેમ બેઠો રહ્યો James Neesham? હવે આપી આ પ્રતિક્રિયા

15 ઓગસ્ટ 2020નાં રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહેનાર મહેન્દ્ર સિંહ ધોની વિશ્વનાં શ્રેષ્ઠ ફિનિશરમાં સામેલ છે. તેમણે અંતિમ તકે ટીમ ઈન્ડિયાને ઘણી વખત પોતાના દમ પર જીત અપાવી છે. ધોની મેચને અંત સુધી ખેંચવામાં માહિર છે અને મોટા ભાગનાં પ્રસંગોએ તેણે ક્રિઝ પર રહીને ટીમને જીત તરફ દોરી છે. ન્યૂઝીલેન્ડનાં ઓપનર ડેરેલ મિશેલ પણ અંત સુધી ક્રિઝ પર રહ્યા અને 47 બોલમાં 72 રનની ઇનિંગ રમીને કિવી ટીમને ફાઇનલમાં પહોંચાડી દીધી હતી.