ગુરુવારે રમાયેલી પાકિસ્તાન-ઓસ્ટ્રેલિયાની સેમિફાઈનલ મેચમાં પાકિસ્તાનનાં ઓપનર બેટ્સમેન મોહમ્દ રિઝવાને ધમાકેદાર બેટિંગ કરી પાકિસ્તાની ફેનનું દિલ જીતી લીધુ હતુ. આ મેચ બાદ પાકિસ્તાન ટીમનાં વિકેટકીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાનની ICU બેડ પર પડેલી તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ટીમનાં ડોક્ટરે ખુલાસો કર્યો કે રિઝવાનને છાતીમાં ગંભીર ઈન્ફેક્શનનાં કારણે મેચનાં બે દિવસ પહેલા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો – T20 World Cup / પાકિસ્તાનની હાર બાદ આ બાળક ખૂબ રડ્યો, તમે જોઇને થઇ જશો Emotional, જુઓ Video
આ વાતની પુષ્ટિ કરતા પાકિસ્તાન ટીમ મેનેજમેન્ટે કહ્યું કે, વિકેટ કીપર બેટ્સમેને ઓસ્ટ્રેલિયા સામેની સેમિફાઈનલ મેચ પહેલા હોસ્પિટલનાં ICU માં બે રાત વિતાવી હતી. જણાવી દઇએ કે, ઓસ્ટ્રેલિયા સામેની સેમિફાઈનલમાં પાકિસ્તાન તરફથી મોહમ્મદ રિઝવાને સૌથી વધુ રન બનાવ્યા હતા. પાકિસ્તાન તરફથી ઓપનિંગ કરતા તેણે 52 બોલમાં ચાર છક્કા અને ત્રણ ચોક્કાની મદદથી 67 રન બનાવ્યા હતા. જોકે, ઓસ્ટ્રેલિયાએ સેમિફાઇનલ મેચોમાં પાકિસ્તાનને 5 વિકેટે હરાવ્યું હતું અને ટીમૂટુર્નામેન્ટમાંથી બહાર ફેંકાઈ ગઈ હતી. પાકિસ્તાન ટીમનાં બેટિંગ કન્સલ્ટન્ટ મેથ્યુ હેડને સૌથી પહેલા આ વાતની પુષ્ટિ કરી હતી. તેમણે કહ્યું, “આ અભિયાન અદ્ભુત રહ્યું છે. તે ગંભીર છાતીમાં ચેપની સ્થિતિ સામે લડી રહ્યો હતો અને તેનામાં અદ્ભુત હિંમત છે. તે એક યોદ્ધા છે.” પાકિસ્તાન ટીમનાં ડૉક્ટર નજીબ સોમરુએ ખુલાસો કર્યો, “મોહમ્મદ રિઝવાનને 9 નવેમ્બરનાં રોજ છાતીમાં ચેપ લાગ્યો હતો, ત્યારબાદ તેણે ઠીક થવા માટે બે રાત ICUમાં વિતાવી હતી.” તેમણે વધુમાં ઉમેર્યું, “રિઝવાને અદ્ભુત પુનરાગમન કર્યું અને મેચ પહેલા તેને ફિટ માનવામાં આવ્યો, અમે તેના મહાન નિશ્ચય અને મક્કમતાને જોઈ શકીએ છીએ, જે દેશ માટે પ્રદર્શન કરવાની તેની ભાવના દર્શાવે છે. આજે આપણે જોઈ શકીએ છીએ કે તેણે કેવું પ્રદર્શન કર્યું.”

આ પણ વાંચો – T20 World Cup / આ શું? બોલ ન અડ્યો છતા વોર્નરે છોડ્યું મેદાન, એમ્પાયરની ભૂલ પણ પાકિસ્તાનને જીતવામાં ન કરી શકી મદદ
ઉલ્લેખનીય છે કે, T20 વર્લ્ડકપની બીજી સેમિફાઈનલમાં પાકિસ્તાને પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાને 177 રનનો લક્ષ્યાંક આપ્યો હતો, જેનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાની ટીમે આ ટાર્ગેટને મેળવવા શરૂઆતમાં ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. જો કે તેમણે આખરે મેચ જીતી અને હવે 14 નવેમ્બરે ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટાઈટલ ટક્કર થશે. પાકિસ્તાનની ટીમ તરફથી મોહમ્મદ રિઝવાન હીરો સાબિત થયો હતો. તેણે તોફાની બેટિંગ કરતા મેદાનમાં ચોક્કા અને છક્કાનો વરસાદ શરૂ કરી દીધો હતો. તેણે 52 બોલમાં ચાર છક્કા અને ત્રણ ચોક્કાની મદદથી 67 રન બનાવ્યા હતા.
