પૂર્વ ૪૦૦ મીટર હર્ડલના વર્લ્ડ ચેમ્પિયન એથ્લેટ્સ નિકોલસ બેટનું ૨૮ વર્ષની ઉમરે એક કાર એક્સિડન્ટમાં મૃત્યુ થયું છે. કેન્યાને ૮૦૦ મીટરથી ઓછા અંતરની કેટેગરીમાં પહેલો ગોલ્ડ મેડલ જીતાડનાર નિકોલસ પહેલાં એથ્લેટ્સ હતા. નિકોલસે ૨૦૧૫માં બેઈજીંગમાં યોજાયેલી વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ૪૦૦ મીટર હર્ડલમાં ગોલ્ડ મેડલ વિજેતા રહ્યા હતા.
તેમનાં મૃત્યુ અંગેના સમાચાર કેન્યાની સ્પોર્ટ્સ મીનીસ્ટ્રી દ્વારા ટ્વીટ કરીને જાહેર કરવામાં આવ્યા હતા. કેન્યાના સ્પોર્ટ્સ કેબિનેટ સેક્રેટરીએ ટ્વીટ કર્યું હતું કે, “પૂર્વ ૪૦૦ મીટર હર્ડલ્સ વર્લ્ડ ચેમ્પિયન નિકોલસ બેટ રોડ એક્સિડન્ટમાં મૃત્યુ પામ્યા છે અને અમારી સહાનુભૂતિ એમના પરિવારની સાથે છે”.
નિકોલસ આફ્રિકા ચેમ્પિયનશીપમાંથી ભાગ લઈને પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. આ સમયે તેમના અકસ્માતની આ ઘટના બની હતી. એમની કાર નંદી હિલ્સમાં ક્રેશ થઇ હતી.
નિકોલસનો ટ્વિન્સ (જોડિયો) ભાઈ પણ તેમની જેમ જ એથ્લેટ્સ છે. નિકોલસ કેન્યન ટ્રેક અને ફિલ્ડ એથ્લેટ્સ હતા. ગોલ્ડ મેડાલીસ્ટ ઉપરાંત તેઓને આફ્રિકન ચેમ્પિયનશીપ ઇન એથલેટીક્સમાં બે વખત બ્રોન્ઝ મેડલ પણ મળ્યા હતા.
