Not Set/ ટ્રેકટર રેલી હિંસામાં ધરપકડ કરાયેલા 83 આરોપીઓને 2-2 લાખ રૂપિયા ઇનામ આપશે

પંજાબ સરકારે આ વર્ષે 26 જાન્યુઆરીએ દિલ્હીમાં ટ્રેક્ટર રેલી દરમિયાન હિંસા બાદ ધરપકડ કરાયેલા 83 આરોપીઓને આર્થિક સહાયની જાહેરાત કરી છે.

Top Stories India

પંજાબ સરકારે આ વર્ષે 26 જાન્યુઆરીએ દિલ્હીમાં ટ્રેક્ટર રેલી દરમિયાન હિંસા બાદ ધરપકડ કરાયેલા 83 આરોપીઓને આર્થિક સહાયની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ દરેક આરોપીને 2 લાખ રૂપિયાની ગ્રાન્ટ આપવાની જાહેરાત કરી છે. ચન્નીના આ પગલાથી કેન્દ્ર સરકાર અને પંજાબ સરકાર વચ્ચે નવું યુદ્ધ શરૂ થઈ શકે છે.

પંજાબ અને હરિયાણાના ખેડૂતો, ત્રણ કૃષિ કાયદાઓ સામે એક વર્ષથી દિલ્હી બોર્ડર પર વિરોધ કરી રહ્યા છે. જ્યાં કેન્દ્ર સરકારે કાયદામાં ફેરફાર કરવા માટે સહમતિ દર્શાવી છે ત્યાં ખેડૂતો ત્રણેય કાયદાને નાબૂદ કરીને MSP પર કાયદો લાવવાની માંગ કરી રહ્યા છે. અનેક રાઉન્ડની વાતચીત બાદ બંને પક્ષો વચ્ચે લાંબા સમયથી વાતચીત બંધ છે.

 

 

 

આ વર્ષે 26 જાન્યુઆરીએ ખેડૂતોએ દિલ્હીમાં ટ્રેક્ટર રેલીનું આયોજન કર્યું હતું. પરંતુ ટૂંક સમયમાં હંગામા બાદ હિંસામાં ફેરવાઈ ગઇ. મોટી સંખ્યામાં ખેડૂતો બેરિકેડ તોડીને લાલ કિલ્લા પર પહોંચ્યા હતા. અહીં ઘણા દેખાવકારોએ પોલીસકર્મીઓ પર પણ હુમલો કર્યો હતો. આ પછી દિલ્હી પોલીસે લગભગ 80થી વધુ લોકોની ધરપકડ કરી હતી. હવે પંજાબમાં તાજેતરમાં મુખ્યમંત્રી બનેલા ચરણજીત સિંહ ચન્નીએ દિલ્હી પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા આરોપીઓને વળતર આપવાની જાહેરાત કરી છે.

ચરણજીત સિંહ ચન્નીએ ટ્વીટ કર્યું, “ત્રણ કાળા કૃષિ કાયદાઓ સામે ખેડૂતોના વિરોધને મારી સરકારના સમર્થનને પુનરાવર્તિત કરતાં, અમે 26 જાન્યુઆરી 2021ના રોજ દિલ્હીમાં ટ્રેક્ટર રેલી કાઢવા બદલ ધરપકડ કરાયેલા 83 લોકોને વળતર ચૂકવવાનો નિર્ણય લીધો છે.   તેમણે આ જાહેરાત એવા સમયે કરી છે જ્યારે પંજાબમાં ટૂંક સમયમાં વિધાનસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે. કોંગ્રેસ સરકારના આ પગલાથી નવા રાજકીય યુદ્ધની શરૂઆત થઈ શકે છે.