Not Set/ હાર્દિક પટેલ સમાજને ગેરમાર્ગે દોરે છે-રાજકોટ પાટીદાર યુવક

પાટીદાર સમાજના આગેવાન કહેવાતા હાર્દિક પટેલનું તેમના જ પાટીદાર સમાજમાં ઉગ્ર વિરોધ થઇ રહ્યું છે. રાજકોટમાં પાટીદાર યુવાનોએ હાર્દિક પટેલનું પુતળુ બાળ્યું હતું. પાટીદાર યુવાનો હાર્દિક પટેલ પર સમાજને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો છે. પાટીદાર યુવાનોએ જણાવ્યુ હતું કે હાર્દિક પટેલે પત્રકાર પરિષદ યોજીને એવી જાહેરાત કરી હતી કે અનામતના મુદ્દે કોંગ્રેસ અને પાટીદારોની સંસ્થા […]

India

પાટીદાર સમાજના આગેવાન કહેવાતા હાર્દિક પટેલનું તેમના જ પાટીદાર સમાજમાં ઉગ્ર વિરોધ થઇ રહ્યું છે. રાજકોટમાં પાટીદાર યુવાનોએ હાર્દિક પટેલનું પુતળુ બાળ્યું હતું. પાટીદાર યુવાનો હાર્દિક પટેલ પર સમાજને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો છે. પાટીદાર યુવાનોએ જણાવ્યુ હતું કે હાર્દિક પટેલે પત્રકાર પરિષદ યોજીને એવી જાહેરાત કરી હતી કે અનામતના મુદ્દે કોંગ્રેસ અને પાટીદારોની સંસ્થા પાસ વચ્ચે બેઠક યોજાઇ હતી. જેમાં કોંગ્રેસે પાસને અનામત આપવાની ફોર્મ્યુલા આપી હતી, જે ફોર્મ્યુલા પાસ દ્વારા પાટીદારોની તમામ સંસ્થાઓને બતાવવામાં આવી છે. પાટીદાર યુવાનોના જણાવ્યા પ્રમાણે હાર્દિકે ખોટું નિવેદન આપીને પાટીદાર સમાજને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો છે. હકીકતમાં સમાજના કોઇ પણ આગેવાનને ફોર્મ્યુલા બતાવવામાં નથી આવી. તેથી તેઓએ હાર્દિક સામે વિરોધ દર્શાવવા અહીં પેડક રોડ પર હાર્દિકના પુતળાનું દહન કર્યું હતું અને હાર્દિક વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા