નર્મદા/ ગંગા આરતીનો લ્હાવો લેવા માટે હરિદ્વાર જવું નહિ પડે, ગુજરાતમાં આ જગ્યાએ થઇ રહ્યો છે તેવો જ ઘાટ…

આવનારા સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌપ્રથમ નર્મદા આરતી કરશે. જેનું હાલ ગ્રાન્ડ રિહર્સલ શરૂ કરી દેવામાં આવ્યું છે.

Gujarat

    રાજયબહારના લોકો  ગંગા આરતીનો લ્હાવો  મેળવવા માટે  હરિદ્વાર સુધી જતા હોય છે   . ત્યારે એ લોકો માટે મહત્વના સમાચાર છે કે  હવે  ત્યાં સુધી જવું નહિ પડે હવે આપણા ગુજરાતમાં  નર્મદા જીલ્લાના    ગોરા ગામમાં નર્મદા ઘાટ ખાતે નર્મદા માતાની આરતીનું ગ્રાન્ડ રિહર્સલ કરવામાં આવ્યું. રાજ્યના . અહીં ગંગા આરતી જેવી જ નિયમિત નર્મદા આરતી થશે. 11 કરોડ રૂપિયાના ખર્ચે 50 મીટર લાંબો અને 35 મીટર પહોળો વિશાળ નર્મદા ઘાટ બની ગયો છે. આ ઘાટ ઉપર એક સાથે 6 હજાર ભાવિક ભક્તો આરતીનો લાભ લઈ શકશે.

આ પણ વાંચો ;રાજકોટ /  સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આગામી સમયમાં જાપાનીઝ લેંગ્વેજ લેબ ધમધમશે

આવનારા સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌપ્રથમ નર્મદા આરતી કરશે. જેનું હાલ ગ્રાન્ડ રિહર્સલ શરૂ કરી દેવામા આવ્યું છે. આરતી બાદ નર્મદા નદીમાં મ્યુઝિક ફાઉન્ટેન લેસર શોનું પણ રિહર્સલ કરવામાં આવ્યું હતું. દરરોજ આરતી પૂરી થયા બાદ લોકોને ફાઉન્ટેન લેસર શો પણ બતાવવામાં આવશેગંગા, યમુના નદીઓની સાથે માં નર્મદા દર્શન માત્રથી પાપ દુર થાય છે ત્યારે સુપ્રસિદ્ધ સુલપાણેશ્વર મહાદેવ મંદિર પાસે વિશાળ એક ઘાટ નર્મદા તટે બનાવ્યો છે. ત્યાં આવનારા સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌપ્રથમ નર્મદા આરતી કરશે. જેનું હાલ ગ્રાન્ડ રિહર્સલ શરૂ કરી દેવામાં આવ્યું છે. જે રીતે હરિદ્વાર માં ગંગા આરતી થાય છે તેવી જ રીતે નિયમિત નર્મદા કિનારે મા નર્મદાની આરતી થશે..

આ પણ વાંચો ;ગુજરાત / શું તમે પણ કોરોનાની રસી નથી લીધી ?તો આ સજા માટે રહેજો તૈયાર……

ઘાટ ઉપર  પૂજારીઓને  ઊભા રહેવા એક પ્લેટફોર્મ બનાવાયું છે. જ્યાં ઊભા રહી પૂજારીઓ નિયમિત સંધ્યા આરતી કરશે. નર્મદા આરતી માટે તંત્ર કાશી વિશ્વ વિદ્યાલયના સહયોગથી પૂજારીઓ દ્વારકા, શારદાપીઠ, કાશી, મથુરા અને ગુજરાતી સંસ્કૃત પાઠશાળામાં શિક્ષણ મેળવ્યું છે. અને હાલ રોજ રોજ સંગીતમય આરતીનું રિહર્સલ થઈ રહ્યું છે.

આ પણ વાંચો ;અમદાવાદ /  પતિના ત્રાસથી વધુ એક મહિલાનો આપઘાત, આયશાનાં પતિ જેવી કરી હતી ભૂલ