ગુજરાત/ રાજયના CMના હસ્તે ‘નિરામય ગુજરાત’ યોજનાનો કરાયો શુભારંભ, જાણો આ યોજના વિશે….

આરોગ્ય પરિવારની સુરક્ષા-પ્રિવેન્ટિવ કેરના હેતુથી આ નવી યોજના શરૂ કરવામાં આવી રહી છે.

Top Stories Gujarat

ગુજરાતના  CM ભુપેન્દ્ર પટેલે પાલનપુરથી ‘નિરામય ગુજરાત ’યોજનાનોશુભારંભ કરાવ્યો હતો. આ યોજના અંતર્ગત રાજ્યના 30 વર્ષથી વધુ વયના 3 કરોડથી વધુ એટલે કે 40 ટકા નાગરિકોને સાંકળી લેવામાં આવશે. કોરોના વાયરસમાં સૌથી વધુ એવા વ્યક્તિ મોત થયા છે જેઓને ડાયાબિટીસ સહિત અન્ય રોગ હતા. તેવા વ્યક્તિને કોરોના સંક્રમણ ઝડપથી થયું હતુ. આજે જીવનના ધારાધોરણો બદલાયા છે. પહેલા આપણે ગાડી લાવતા હતા કે તેનો ઉપયોગ કરતા હતા. આજે આપણા બાજુ વાળાએ ગાડી લીધી છે આપણે ક્યારે લાવીશુ તેની ચિંતા વધુ કરીએ છીએ.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં આગામી તા. ૧૮ થી ૨૦ નવેમ્બર દરમિયાન ગ્રામ વિકાસ વિભાગ તેમજ અન્ય આઠ વિભાગોને સાંકળી લઇને આઝાદીકા અમૃત મહોત્સવ હેઠળ ગ્રામ વિકાસ યજ્ઞના ભાગરૂપે રાજ્યના ૩૩ જિલ્લાઓમાં ‘આત્મનિર્ભર ગ્રામ યાત્રા’ યોજવામાં આવશે. આ યાત્રા દરમિયાન અંદાજે રૂા.૫૦૦ કરોડના ખર્ચે વિવિધ જિલ્લાઓમાં ૨૩,૮૩૫ જેટલા વિકાસ કામોના ખાતમુહૂર્ત તેમજ ૯,૫૦૩ જેટલા લોકાર્પણ કરવામાં આવશે. આ આત્મનિર્ભર ગ્રામ યાત્રાનો પ્રારંભ તા. ૧૮ નવેમ્બરે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે તેમજ ગ્રામ વિકાસ મંત્રી અર્જુનસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં  મહેમદાવાદથી કરવામાં આવશે.

આ પણ વાંચો – અમદાવાદ : લિવ ઇનમાં રહેતી એક બાંગ્લાદેશી યુવતીએ તમામ હદ પાર કરી નાખી, જાણીને થઇ જશો ચકિત

જાણો  શું છે આ નિરામય ગુજરાત યોજના

આરોગ્ય પરિવારની સુરક્ષા-પ્રિવેન્ટિવ કેરના હેતુથી આ નવી યોજના શરૂ કરવામાં આવી રહી છે. રાજ્યમાં ચેપી રોગ કરતાં બીન ચેપી રોગ, જેવા કે, B.P.-લોહીનું ઉંચુ દબાણ, હાર્ટ એટેક, લકવો, કેન્સર, કિડની, પાંડુરોગ, ડાયાબિટિસ જેવા રોગોથી મૃત્યુનું પ્રમાણ વધુ જોવા મળે છે. આ પ્રકારના રોગોથી કાળજી લેવા 30 થી વધુ વયના નાગરિકોનું દર શુક્રવારે એટલે મમતા દિવસે રાજ્યના PHC, CHC અને હોસ્પિટલો ખાતે આરોગ્ય સ્ક્રીનિંગ-તપાસ કરવામાં આવશે. જેમાં તેમની આરોગ્યલક્ષી વિગતો સાથેનું એક નિરામય કાર્ડ આપવામાં આવશે. આ પ્રકારના લોકોના આરોગ્ય સુખાકારી માટે બીન ચેપી રોગો માટે સ્ક્રીનિંગથી સારવાર સુધીની સુવિધાથી સામાન્ય પરિવારનો અંદાજે 12 થી 15 હજાર રૂપિયાનો ખર્ચ બચશે.

નેશનલ ફેમિલી હેલ્થ સર્વે 2019-20 મુજબ ગુજરાતમા બિન ચેપી રોગ જેવા કે હાય પર ટેન્શનનું પ્રમાણ સ્ત્રીઓમાં 20.6 ટકા અને પુરુષોમાં 20.3 ટકા છે. જ્યારે ડાયાબિટીસ નું પ્રમાણ સ્ત્રીઓમાં 15.8 ટકા અને પુરુષોમાં 16.9 ટકા જોવા મળેલ છે. તેમજ કેન્સરનું પ્રમાણ પુરુષોમાં 0.09 ટકા અને સ્ત્રીઓમાં 0.10 ટકા જોવા મળેલ છે. આમ જોતા બિન ચેપી રોગોનું પ્રમાણ ખુબ ઝડપથી વધી રહ્યું છે.