કોરોના વેક્સિન/ ઇઝરાયલે કોવિડ-19 સામે બાળકોના રસીકરણને મંજૂરી આપી

ઈઝરાયલે રવિવારે પાંચથી 11 વર્ષની વયના બાળકો માટે કોવિડ-19 વિરોધી રસીને મંજૂરી આપી છે. ઇઝરાયેલના આરોગ્ય મંત્રાલયે  આ નિર્ણય લીધો છે

World

ઈઝરાયલે રવિવારે પાંચથી 11 વર્ષની વયના બાળકો માટે કોવિડ-19 વિરોધી રસીને મંજૂરી આપી છે. ઇઝરાયેલના આરોગ્ય મંત્રાલયે  આ નિર્ણય લીધો છે.ઇઝરાયેલ  પુખ્ત અને કિશોરવયની વસ્તી માટે વ્યાપક રસીકરણ અભિયાન શરૂ કરનાર વિશ્વના પ્રથમ દેશોમાંનો એક હતો. તેણે આ ઉનાળામાં રસીના વધારાના ડોઝ રજૂ કરવા માટે એક વિશાળ ઝુંબેશ પણ શરૂ કરી હતી અને આમ કરનાર તે પ્રથમ દેશ હતો.

મૂર્તિ / કાશીમાંથી 100 વર્ષ પહેલા અન્નપૂર્ણા દેવીની મૂર્તિ કેવી રીતે ચોરાઇ હતી,જાણો વિગતો

નિષ્ણાતોનું કહેવું છે કે ઇઝરાયેલના ઝડપી રસીકરણના પ્રયાસોને કારણે કોરોના વાયરસને ફેલાતો અટકાવી શકાયો અને તેના ડેલ્ટા સ્વરૂપના પ્રકોપને પણ નિયંત્રિત કરી શકાય છે.

COP26 બેઠક / ગ્લાસગો કરાર છેલ્લી ક્ષણે ભારતના સુધારા સાથે પસાર થયો

સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે મંત્રાલયના મહાનિર્દેશક ડૉ. નચમન એશે બાળકોને Pfizer/BioNtechની રસી આપવા માટે નિષ્ણાત સલાહકારોની ભલામણનો સ્વીકાર કર્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે મોટાભાગના સલાહકારો માને છે કે રસીના ફાયદા જોખમો કરતા ઘણા વધારે છે.મંત્રાલયે કહ્યું કે રસીકરણ અભિયાન શરૂ કરવાની તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.