રાજકોટ/ ટ્રાફિક બ્રિગેડના જવાનનો બેફામ દાદાગીરીનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે ..

ગોંડલ ચોકડી પાસે મોડી સાંજે બનેલી આ ઘટનાનો જાગૃત નાગરિકોએ વિડિયો ઉતારી લેતાં ઘટના જાહેર થવા પામી છે.

Rajkot

  રાજકોટ આમ તો રંગીલું  શહેર તરીકે  જાણીતું છે. તેમાં પણ તે સૌરાષ્રાટ્જરની શાન ગણવામાં  આવે છે. ત્યારે રાજકોટ માં પણ લૂંટ, દાદાગીરીના  બનવો બનતા જોવા મળી રહ્યા છે . તાય્રે અવ્દાહુ એક આવો બનાવ સામે આવ્યો છે  જેમાં  ટીઆરબી જવાનોએ બાઇક ચાલક જવાનો પાસેથી મોટર સાયકલની ચાવી આંચકી લઇ દાદાગીરી કરતા હોવાનો વિડિયો વાયરલ થતાં ટીઆરબીની દાદાગીરીની ફરિયાદોને ન્યાય મળ્યો છે .

આ પણ વાંચો ;ધર્માંતરણ / ભરૂચ પાસેના કાંકરિયા ગામના 100 થી વધુ હિંદુઓનું ધર્માંતરણ

ગોંડલ ચોકડી પાસે મોડી સાંજે બનેલી આ ઘટનાનો જાગૃત નાગરિકોએ વિડિયો ઉતારી લેતાં ઘટના જાહેર થવા પામી છે.વિડિયોમાં ટીઆરબી જવાનોને બાઇક ચાલક પાસેથી ડોક્યુમેન્ટ કે લાયસન્સ ચેક કરવાનો કોઇ અધિકાર ન હોવાની નાગરિકોની ફરિયાદોને ટીઆરબી જવાનો સાથે બોલાચાલી રેકોર્ડમાં કેદ થઇ ગઇ છે. વાતચીત અને અપશબ્દોની ટપાટપીના વિડિયો સોશ્યલ મીડીયા પર ધૂમ મચાવી રહી છે.

આ પણ વાંચો ;જામનગર / નથુરામ ગોડસેની પુણ્યતિથિ નિમિત્તે સ્થાપિત કરાઈ મૂર્તિ, કોંગ્રેસે આ રીતે દર્શાવ્યો વિરોધ

રાજકોટમાં ટીઆરબી જવાનો બેફામ બની દાદાગીરી કરતાં વિડિયોમાં કેદ થઇ ગયા છે ત્યારે ટીઆરબી જવાનોની આ હરકત અને બાઇક ચાલક યુવાનો સાથેની દાદાગીરીના આ બનાવમાં કસૂરવાર ટીઆરબી જવાનો સામે કાયદેસરના પગલાં લેવાશે? ટીઆરબી જવાનોને ટ્રાફીક વ્યવસ્થા માટે સેવા પર લેવામાં આવ્યા છે ત્યારે પ્રજાને સુવિધારૂપ બનવાના બદલે દાદાગીરી કરાતી હોવાની વ્યાપક ફરિયાદો વચ્ચે ટીઆરબી દાદાગીરી કરતા આ વિડિયોમાં કસૂરવારો સામે કડક પગલાં લેવા જોઇએ તેવી પ્રજામાંથી માંગ ઉઠી છે.