બેદરકારી/ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજનની પાઇપ લાઈન તૂટી

સમગ્ર રાજયમાં કોરોનાના કેસ માં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે.જેમાં ખાસ કરીને 4 મહાનગરો અમદાવાદ,રાજકોટ,સુરત,વડોદરામાં કોરોના કેસ માં સતત વધતા જોવા મળે છે જેને લીધે હોસ્પિટલો માં પણ બેડ ફુલ હોવાને લીધે જગ્યા મળતી ન હોવાથી દર્દીઓએ હેરાન થવું પડતું હોય છે .જેમાં ખાસ કરીને રાજકોટમાં  કોરોના સંક્રમણ વધતા મોતમાં પણ વધારો થતો […]

Gujarat Rajkot

સમગ્ર રાજયમાં કોરોનાના કેસ માં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે.જેમાં ખાસ કરીને 4 મહાનગરો અમદાવાદ,રાજકોટ,સુરત,વડોદરામાં કોરોના કેસ માં સતત વધતા જોવા મળે છે જેને લીધે હોસ્પિટલો માં પણ બેડ ફુલ હોવાને લીધે જગ્યા મળતી ન હોવાથી દર્દીઓએ હેરાન થવું પડતું હોય છે .જેમાં ખાસ કરીને રાજકોટમાં  કોરોના સંક્રમણ વધતા મોતમાં પણ વધારો થતો જોવા મળી રહ્યો છે ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી છે. સિવિલમાં વધુ એક વખત ઓક્સિજનની પાઇપ લાઈન તૂટી છે. ત્યારે આ લાઈનને રીપેર કરાવવાને  બદલે તંત્ર દ્વારા કાપડના એક કટકાથી સાંધા કરવામાં આવ્યા છે.

સિવિલના કોવિડ સેન્ટરમાં તમામ બેડ ફુલ થઇ જતાં દર્દીઓને સિવિલના અન્ય વિભાગમાં દાખલ કરવામાં આવી રહ્યાં છે, ગંભીર દર્દીને કોવિડની મુખ્ય બિલ્ડીંગમાં તો અન્યને વોર્ડમાં શિફ્ટ કરવામાં આવી રહ્યાં છે, . એમ્બ્યુલન્સને મેદાનથી હોસ્પિટલમાં જતી અટકાવવા માટે બેરિકેડ રાખી દેવામાં આવી હતી અને બે કે ત્રણ કલાકે એમ્બ્યુલન્સને હોસ્પિટલમાં પ્રવેશ મળતો હતો. જેને કારણે હોસ્પિટલના ડ્રાઇવર અને દર્દીઓ હેરાન થતા જોવા મળી રહ્યા છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કેગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છેબાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોયચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ.