દરોડા/ ચાઇલ્ડ પોર્નોગ્રાફીના કેસમાં ગુજરાત સહિત 14 રાજ્યમાં CBIના દરોડા

રાજ્યના જૂનાગઢ,ભાવનગર,જામનગર શહેરમાં દરોડા પાડ્યા છે, અને હાલ આ ત્રણેય શહેરમાં તપાસ ચાલી રહી છે

Top Stories India

દેશમાં ચાઇલ્ડ પોર્નોગ્રાફી કિસ્સાઓ ખુબ વધી રહ્યા છે, પોર્નોગ્રાફી માફીયા મોટાપાયે આ રેકેટ ચલાવી રહ્યા છે.ચાઇલ્ડ પોર્નોગ્રાફી મામલે CBIએ દેશવ્યાપી દરોડા પાડીને એક ઝુંબેશ હાથ ધર્યો છે. હાલ સીબીઆઇ  ટીમે ગુજરાત સહિત 14 રાજ્યોમાં દરોડા પાડ્યા છે. ગુજરાતમાં પણ સીબીઆઇએ દરોડા પાડિને સ્પષ્ટ કરી દીધું છે કે રાજ્યમાં પણ પોર્નોગ્રાફી નેટવર્ક મોટાપાયે ચાલી રહ્યું છે.રાજ્યના જૂનાગઢ,ભાવનગર,જામનગર શહેરમાં દરોડા પાડ્યા છે, અને હાલ આ ત્રણેય શહેરમાં તપાસ ચાલી રહી છે. સીબીઆઇએ આ  કેસ  મામલે 76 લોકેશન પર રેડ પાડી છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાત રાજ્યમાં પણ ચાઇલ્ડ પોર્નોગ્રાફી રેકેટ ચાલી રહ્યું છે. એક વાત સ્પષ્ટ છે કે રાજ્યમાં છેલ્લા 6 મહિનામાં અનેક ગેરપ્રવૃતિના કેસમાં નોંધપાત્ર વધારો થયો છે. હાલ તપાસ ચાલી રહી છે.સીબીઆઇએ એક સાથે 77 લોકેશન  પર રેડ પાડી છે ,સીબીઆઇને આશંકા છે કે આ વેપાર 100 જેટલા દેશમાં ફેલાયેલો છે. આ કેસ મામલે અન્ય દેશનોની તપાસ એજન્શીઓને પણ સામેલ કરાશે .14 નવેમ્બરે 23 જેટલી fir નોંધી છે. આ કેસ સંદર્ભે 83 લોકો સામે ઓનલાઇન ચાઇલ્ડ એબ્યુઝની ફરિયાદ કરવામાં આવી છે,લેપટોપ, ઇલેક્ટ્રીક ગેજેટ્સ, મોબાઇલ જપ્ત કરાયા છે, 50 ગ્રુપમાં 500દ હજાર જેટલા ગુનેગારો સામેલ હોવાની પ્રબળ શક્યતા છે. આ તમમ લોકો ચાઇલ્ડ પોર્નોગ્રાફીનો વેપાર કરતા હતા