રાજસ્થાન સરકારે પેટ્રોલ અને ડીઝલ પર વેલ્યુ એડેડ ટેક્સ (વેટ) ઘટાડવાનો નિર્ણય લીધો છે, જેનાથી રાજ્યમાં પેટ્રોલ રૂ. 4 અને ડીઝલ રૂ. 5 સસ્તું થશે. નવા દરો મંગળવારે બપોરે 12 વાગ્યાથી લાગુ થશે. કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં તાજેતરમાં કરાયેલા ઘટાડા બાદ રાજ્ય સરકાર પર વેટ ઘટાડવાનું દબાણ હતું. મુખ્ય વિપક્ષ ભાજપ સતત રાજ્ય સરકાર પર વેટ ઘટાડવાની માંગને લઈને નિશાન સાધતું હતું.
In the Cabinet meeting today, it was unanimously decided to reduce the rate of VAT on petrol/diesel. From 12 o’clock tonight, the rates will be reduced by Rs 4 per liter for petrol and Rs 5 per liter for diesel.
— Ashok Gehlot (@ashokgehlot51) November 16, 2021
બેઠક બાદ મુખ્યમંત્રી અશોક ગેહલોતે ટ્વીટ કર્યું, ‘આજે કેબિનેટની બેઠકમાં પેટ્રોલ અને ડીઝલ પરના વેટના દરમાં ઘટાડો કરવાનો સર્વસંમતિથી નિર્ણય લેવામાં આવ્યો. આ પછી આજે રાત્રે 12 વાગ્યાથી પેટ્રોલમાં 4 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલમાં 5 રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો થશે. ગેહલોતના જણાવ્યા અનુસાર, આ પગલાથી રાજ્ય સરકાર વાર્ષિક 3500 કરોડ રૂપિયાની આવકનું નુકસાન સહન કરશે
