Not Set/ ગોવામાં ભાજપના આ નેતા કેજરીવાલની ઉપસ્થિતિમાં AAPમાં જોડાયા…

AAP, તૃણમૂલ, કોંગ્રેસ, શિવસેના સહિતના તમામ પક્ષો રાજ્યમાં સત્તારૂઢ ભાજપની આગેવાની હેઠળના ગઠબંધનને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યા

Top Stories India

ગોવામાં, મંગળવારે ભાજપને આંચકો લાગ્યો જ્યારે પાર્ટીના નેતા વિશ્વજીત કે રાણે આમ આદમી પાર્ટીમાં જોડાયા.રાણે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની હાજરીમાં ઉત્તર ગોવાના સત્તારીમાં આયોજિત એક કાર્યક્રમમાં AAPમાં જોડાયા હતા. કેજરીવાલે રાણેનું સ્વાગત કર્યું.

ગોવામાં આગામી કેટલાક મહિનામાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આ જોતા રાજ્યમાં રાજકીય હલચલ વધી રહી છે. AAP, તૃણમૂલ, કોંગ્રેસ, શિવસેના સહિતના તમામ પક્ષો રાજ્યમાં સત્તારૂઢ ભાજપની આગેવાની હેઠળના ગઠબંધનને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે આગામી વિધાનસભાની ચૂંટણી ગોવામાં યોજાવાની છે તમામ પાર્ટીઓ હાલ રાજકીય પ્રચાર અને રાજકીય સમીકરણો ગોઠવી રહ્યા છે આ વખતે પહેલીવાર ગોવામાં અનેક રાજ્કીય પાર્ટીઓ ચૂંટણીમાં ઝંપલાવશે જેનાથી રાજકીય સમીકરણ બદલાઇ શકે છે કોણ બાજી મારશે તે તો આવનાર સમયમાં જોવા મળશે, હાલ તો પાર્ટીઓ ચૂંટણી જીતવાની રણનીતિ પર કામ કરી રહી છે.