ગુજરાત/ લોકોને જે ખાવુ હોય તે ખાવાનો અધિકાર, ભાજપે નથી કર્યો રોકવાનો પ્રયત્નઃ સી.આર.પાટીલ

ગુજરાતમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી થવાની છે તે પહેલા રાજ્યમાં વિકાસ, રોજગારીને છોડીને અન્ય મુદ્દાઓ પર ચર્ચા શરૂ ગઇ છે. તાજેતરમાં રાજ્યમાં નોનવેજ અને ઈંડાની લારીઓ હટાવવાની જાણે ઝુંબેશ શરૂ થઇ ગઇ છે.

Top Stories Gujarat Others
સી.આર.પાટીલ

ગુજરાતમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી થવાની છે તે પહેલા રાજ્યમાં વિકાસ, રોજગારીને છોડીને અન્ય મુદ્દાઓ પર ચર્ચા શરૂ ગઇ છે. તાજેતરમાં રાજ્યમાં નોનવેજ અને ઈંડાની લારીઓ હટાવવાની જાણે ઝુંબેશ શરૂ થઇ ગઇ છે. ત્યારે હવે રાજ્યનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યનાં ભાજપનાં અધ્યક્ષ સીઆર પાટીલે ગુજરાતનાં મહાનગરોમાં મુખ્ય માર્ગો પર નોનવેજ વેચતા વેપારીઓને રોકવાના આદેશો અંગે સ્પષ્ટતા આપી છે.

આ પણ વાંચો – મોટા સમાચાર / નોનવેજ અને ઈંડાની લારી બાબતે સરકાર, વેપારીઓ અને જનતાનાં અલગ મંતવ્ય

આપને જોણાવી દઇએ કે, રસ્તા પરથી નોનવેજ ખાદ્યપદાર્થોની લારીઓ હટાવવાનાં સમાચાર પર પ્રતિક્રિયા આપતા સીઆર પાટીલે કહ્યું કે, અમારા દ્વારા આવો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. લોકોને જે ખાવુ હોય તે ખાવાનો અધિકાર છે અને ભાજપ તેમને ક્યારેય રોકવાનો પ્રયાસ કરશે નહીં. લારી ગલ્લા દૂર કરવાનું કારણ કંઈક બીજું હોઈ શકે છે, જરૂરી નથી કે તેઓ શાકાહારી, માંસાહારી ખોરાક વેચી રહ્યા છે. ગુજરાત ભાજપનાં અધ્યક્ષ સી.આર. પાટીલે વધુમાં જણાવ્યું હતું કે, “સત્તાવાર રીતે ક્યાંય એવો કોઈ આદેશ આપવામાં આવ્યો નથી કે જેઓ નોનવેજ ખાદ્યપદાર્થો વેચે છે તેમને સજા કરવામાં આવશે. હા, એક એવા મંત્રી છે જેમણે કહ્યું કે, આ વાહનો ફૂટપાથ પર અતિક્રમણ કરે છે. પરંતુ તેઓ (મંત્રી) અને સાથે જ તમામ (શહેરનાં) મેયરોને કહેવામાં આવ્યુ છે કે, તેમને (લારી અને સ્ટોલ) હટાવવાની કોઇ યોજના નથી. તે લોકો પર છે કે તેઓ કેવી રીતે ખાવાનું ખાવા માંગે છે, કેવી રીતે વેચવા માંગે છે અને શેરીઓની સ્વચ્છતા જોવી જ જોઈએ, દરેક વ્યક્તિએ તેનું ધ્યાન રાખવું પડશે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યનાં 4 મહાનગરોમાં મુખ્ય માર્ગો પર ખાદ્યપદાર્થો વેચનારાઓને દૂર કરવા મહાનગરપાલિકાનાં અધિકારીઓ દ્વારા આ નિર્દેશો આપવામાં આવ્યા છે, કારણ કે શેરી વિક્રેતાઓને કારણે ત્યાં ગંદકી થાય છે અને અતિક્રમણની ફરિયાદો ઘણી જગ્યાએ ઉઠી રહી છે. ભાજપનાં એક નેતાએ કહ્યું કે ખાસ કરીને નોનવેજ ખોરાક વેચનારાઓએ નિયમો તોડ્યા છે. તેમને રોકવામાં આવશે. મહાનગરમાં ગંદકી કેમ ફેલાવે છે અને ખુલ્લામાં ખાદ્યપદાર્થો વેચનારાઓ આરોગ્ય માટે પણ હાનિકારક છે. અમે ઈચ્છીએ છીએ કે મુખ્ય માર્ગો પર ખુલ્લામાં નોનવેજ ખોરાક ન વેચાય. તે બાળકો માટે ખૂબ જ નુકસાનકારક છે.