વેસ્ટ ઈન્ડિઝ પ્રથમ વખત ICC અંડર-19 મેન્સ ક્રિકેટ વર્લ્ડકપની 14મી આવૃત્તિની યજમાની કરશે. આ ઈવેન્ટમાં ક્રિકેટનાં ભાવિ સ્ટાર્સ રમતા જોવા મળશે. અંડર-19 વર્લ્ડકપ 2022માં 16 ટીમો ભાગ લઈ રહી છે. તમામ ટીમો ચાર યજમાન દેશોમાં 14 જાન્યુઆરીથી 5 ફેબ્રુઆરી સુધી 48 મેચોમાં ભાગ લેવા માટે કેરેબિયન પ્રવાસ કરશે.
આ પણ વાંચો – Cricket / શું Team India પણ ઈંગ્લેન્ડ ટીમની કરશે Copy? ત્રણેય ફોર્મેટમાં હશે અલગ-અલગ કેપ્ટન? દ્રવિડે આપ્યો આ જવાબ
ICC એ આવતા વર્ષે જાન્યુઆરીમાં વેસ્ટ ઈન્ડિઝમાં યોજાનારા અંડર-19 વર્લ્ડકપ માટે ગ્રુપની જાહેરાત કરી દીધી છે. ICCએ કુલ 16 ટીમો માટે ચાર ગ્રુપ જાહેર કર્યા છે. ભારતીય ટીમને ગ્રુપ બીમાં રાખવામાં આવી છે. પાકિસ્તાનની ટીમને ગ્રુપ સીમાં સામેલ કરવામાં આવી છે. ટૂર્નામેન્ટ 16 જાન્યુઆરીથી શરૂ થશે અને 4 ફેબ્રુઆરીએ સમાપ્ત થશે. અંડર-19 વર્લ્ડકપ પણ પોતાનામાં એક બ્રાન્ડ બની ગયો છે. તે માત્ર મનોરંજન જ નહીં પરંતુ ભવિષ્યમાં આંતરરાષ્ટ્રીય સ્ટાર્સ પણ અહીંથી જ આપે છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અંડર-19 રમ્યા બાદ ઘણા દિગ્ગજ નામ આવે છે. વર્લ્ડકપમાં શ્રેષ્ઠ રમતનું પ્રદર્શન કરનારા ખેલાડીઓ વધુ ચર્ચામાં છે. ICC ઈવેન્ટ્સનાં અધ્યક્ષ ક્રિસ ટેટલીએ જણાવ્યું હતું કે, અંડર-19 મેન્સ ક્રિકેટ વર્લ્ડકપ એવી રોમાંચક અને ખાસ ટૂર્નામેન્ટ છે જે રમતનાં ભાવિ સ્ટાર્સને એકસાથે લાવે છે અને તેમને વૈશ્વિક મંચ પર સ્પર્ધા કરવાનો અજોડ અનુભવ આપે છે. અમને આનંદ છે કે વેસ્ટ ઈન્ડિઝ આ ઈવેન્ટનું આયોજન કરશે અને અમે તમામ ટીમોને ટૂર્નામેન્ટ અને ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝને તેમની તૈયારીઓ માટે શુભેચ્છા પાઠવીએ છીએ.
Here's #TeamIndia's schedule for the ICC Under 19 Men's Cricket World Cup 2022 🔽 pic.twitter.com/7c2eOoIN8Y
— BCCI (@BCCI) November 17, 2021
આ પણ વાંચો – 2025 ચેમ્પિયન્સ ટ્રોફી / પાકિસ્તાનમાં ભારતીય ટીમ મેચ રમશે કે નહી તેનો નિર્ણય સરકાર લેશે,ટૂર્નામેન્ટ UAEમાં યોજાઈ શકે છે!
ટૂર્નામેન્ટ વેસ્ટ ઈન્ડિઝનાં ચાર દેશો એન્ટિગુઆ અને બાર્બુડા, ગયાના અને સેન્ટ કિટ્સ એન્ડ નેવિસ, ત્રિનિદાદ અને ટોબેગોમાં રમાશે. ન્યૂઝીલેન્ડની ટીમ આ ટૂર્નામેન્ટમાં નહીં રમે. અહી ક્વોરેન્ટિન ફરજિયાત નથી. આવી સ્થિતિમાં, પરત ફરતી વખતે, ટીમનાં સગીરોને ક્વોરેન્ટિનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. તેથી આ ટીમ ટૂર્નામેન્ટમાં ભાગ લેશે નહીં. 2016માં વેસ્ટ ઈન્ડિઝે એક વખત ટાઇટલ જીત્યું છે, જેમાં ભારત ચાર વખત, ઓસ્ટ્રેલિયા ત્રણ વખત, પાકિસ્તાને બે વખત જ્યારે ઈંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા અને બાંગ્લાદેશે એક-એક વખત ટાઇટલ જીત્યું છે. સેન્ટ કિટ્સ અને નેવિસ અને ગયાનામાં 9-12 જાન્યુઆરી વચ્ચે 16 વોર્મ-અપ મેચો રમાશે.
