Cricket/ બાબર આઝમે તોડ્યો રેકોર્ડ, T20I માં પાકિસ્તાન તરફથી સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો

બાબર આઝમે મોહમ્મદ હફીઝને પાછળ છોડીને માત્ર 64 ઇનિંગ્સમાં 2,515 રન સાથે પાકિસ્તાન માટે સૌથી વધુ T20I રન બનાવ્યા છે. હાફિઝનાં નામે 108 ઇનિંગ્સમાં 2,514 રન છે. આઝમે આ સિદ્ધિ 47.43ની એવરેજ અને 129.78ની સ્ટ્રાઈક રેટથી હાંસલ કરી હતી.

Sports
બાબર આઝમ

પાકિસ્તાન ક્રિકેટ ટીમનાં કેપ્ટન બાબર આઝમે વધુ એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. તે T20 ઈન્ટરનેશનલમાં પાકિસ્તાન માટે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. બાબર આઝમનાં હવે 64 ઇનિંગ્સમાં 2515 રન છે. તેણે આ મામલામાં મોહમ્મદ હફીઝને પાછળ છોડી દીધો છે.

આ પણ વાંચો – Syed Mushtaq Ali Trophy / વિદર્ભનાં આ બોલરે 4 બોલમાં 4 વિકેટ લઇને ક્રિકેટ પંડિતોને ચોંકાવી દીધા

આપને જણાવી દઇએ કે, બાબર આઝમે મોહમ્મદ હફીઝને પાછળ છોડીને માત્ર 64 ઇનિંગ્સમાં 2,515 રન સાથે પાકિસ્તાન માટે સૌથી વધુ T20I રન બનાવ્યા છે. હાફિઝનાં નામે 108 ઇનિંગ્સમાં 2,514 રન છે. આઝમે આ સિદ્ધિ 47.43ની એવરેજ અને 129.78ની સ્ટ્રાઈક રેટથી હાંસલ કરી હતી. 27 વર્ષીય બાબર આઝમે 24 અડધી સદી અને એક સદી પણ ફટકારી છે. આઝમની પ્રતિભા અને શાંત સ્વભાવે તેને 2016માં ડેબ્યૂ કર્યા બાદથી મોટી સફળતા અપાવી છે. જમણા હાથનાં બેટ્સમેન આઝમે તાજેતરમાં UAEમાં T20 વર્લ્ડકપ 2021માં સૌથી વધુ રન બનાવ્યા બાદ રમતનાં ટૂંકા ફોર્મેટમાં વિશ્વનાં શ્રેષ્ઠ બેટ્સમેનોમાંના એક તરીકે પોતાના નામની મહોર લગાવી છે. બાબર આઝમે આ વર્ષે 22 ઇનિંગ્સમાં 834 રન બનાવ્યા છે. તે તેના ઓપનિંગ પાર્ટનર મોહમ્મદ રિઝવાનથી જ પાછળ છે, જેમની પાસે આટલી જ ઇનિંગમાં 1083 રન છે. આપને જણાવી દઈએ કે, આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ માર્ટિન ગુપ્ટિલનાં નામે છે. ગુપ્ટિલે 111 મેચમાં 3248 રન બનાવ્યા છે, જેમાં બે સદી ઉપરાંત 19 અડધી સદી સામેલ છે. બીજા સ્થાને ભારતીય બેટ્સમેન વિરાટ કોહલી છે, જેણે 95 મેચમાં 3227 રન બનાવ્યા છે.

https://twitter.com/TheRealPCB/status/1462004593576058884?s=20

આ પણ વાંચો – India vs Newzealand / સીરીઝની અંતિમ T20 મેચમાં અવેશ ખાન, ઋતુરાજ ગાયકવાડ અને ઈશાન કિશનને મળી શકે છે તક

બીજી તરફ જો મેચની વાત કરીએ તો આ મેચમાં પાકિસ્તાને બાંગ્લાદેશને આઠ વિકેટે હરાવીને સતત બીજી જીત નોંધાવી હતી. પ્રથમ બેટિંગ કરતા બાંગ્લાદેશની ટીમે 7 વિકેટે 108 રન બનાવ્યા હતા. જવાબમાં પાકિસ્તાને 11 બોલ બાકી રહેતા 2 વિકેટનાં નુકસાને 109 રન બનાવીને મેચ જીતી લીધી હતી. પાકિસ્તાન તરફથી શાહીન આફ્રિદી અને શાદાબ ખાને 2-2 વિકેટ લીધી હતી. જો આપણે બેટિંગની વાત કરીએ તો ફખર ઝમાને 57 રન બનાવ્યા હતા. બાબર આઝમ વિશ્વનો સર્વશ્રેષ્ઠ બેટ્સમેન છે અને હાલમાં તે મર્યાદિત ઓવરોનાં ફોર્મેટમાં ખૂબ સારું પ્રદર્શન કરી રહ્યો છે. T20 વર્લ્ડકપમાં પણ તેનું પ્રદર્શન ઘણું સારું રહ્યું હતું.