ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આજે ત્રીજી T20 મેચ રમાવાની છે, જેના કારણે ખેલાડીઓ અને ક્રિકેટ ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જો કે ભારતે આ સીરીઝ 2-0થી જીતી લીધી છે. આ મેચ ખૂબ જ રોમાંચક રહેવાની અપેક્ષા છે, કારણ કે ભારતીય ટીમ ક્લીન સ્વીપ કરવા માંગશે.

આ પણ વાંચો – Cricket / હસન અલીને આ ઈશારો કરવો ભારે પડ્યો, ICC એ લગાવી ફટકાર
બીજી તરફ, ન્યૂઝીલેન્ડ પણ સીરીઝમાં જીતનું ખાતું ખોલવા માટે એડી ચોટીનું જોર લગાવવાનો સખત પ્રયાસ કરશે. ભારત આજે T20I નો ઉપયોગ પોતાની બેન્ચ સ્ટ્રેન્થ ચકાસવાની તક તરીકે કરી શકે છે. આ મેચમાં ભારતીય ટીમમાં કેટલાક ફેરફાર જોવા મળી શકે છે. અવેશ ખાન, ઋતુરાજ ગાયકવાડ અને ઈશાન કિશન જેવા ખેલાડીઓને તક મળી શકે છે. આજની મેચમાં કેટલાક મોટા ખેલાડીઓને આરામ આપવામાં આવી શકે છે. IPL 2021 માં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી ગાયકવાડ, આ મેચમાં રમવાની આશા રાખશે. જણાવી દઇએ કે, ઋતુરાજે મહારાષ્ટ્રનાં ઓપનરે સૈયદ મુશ્તાક અલી T20 ટ્રોફીમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ મેચમાં ગાયકવાડ કેએલનું સ્થાન લઈ શકે છે. રાહુલ, જે આવનારી ટેસ્ટ સીરીઝ પહેલા થોડો ખાલી સમયનો ઉપયોગ કરી શકે છે.

આ પણ વાંચો – ચીનની ટેનિસ સ્ટાર / પેંગ શુઆઇ ગુમ થતાં સંયુક્ત રાષ્ટ્રે માંગ્યો જવાબ, નેતા પર જાતીય શોષણનો લગાવ્યા હતો આરોપ
બે ઇનિંગ્સમાં 84 રન આપનાર ઝડપી બોલર દીપક ચહર અવેશ માટે જગ્યા બનાવી શકે છે. શુક્રવારે રાંચીમાં શાનદાર શરૂઆત કર્યા બાદ ઝડપી બોલર હર્ષલ પટેલને બહાર બેસાડવાનો વિચાર કેપ્ટન રોહિત શર્મા કરે તેવુ લાગી રહ્યુ નથી. તેના બે સ્પેલ ન્યૂઝીલેન્ડને નાના સ્કોર સુધી મર્યાદિત કરવામાં મહત્વનાં સાબિત થયા હતા. કિવી બેટ્સમેન તેની બોલિંગને વાંચવામાં નિષ્ફળ ગઇ હતી, અને તેઓ હર્ષલની બોલિંગ રમવામાં વધુને વધુ હેરાન થઇ રહ્યા હતા. ઝાકળનાં કારણે બોલને પકડવો મુશ્કેલ બની રહ્યો હતો, પરંતુ હર્ષલ નિયંત્રણમાં દેખાઇ રહ્યો હતો. “જ્યારે ઝાકળ હોય છે, ત્યારે ધીમા યોર્કર્સ અને ઝડપી યોર્કર્સ જેવી અઘરી ડિલિવરી કરવી મુશ્કેલ છે.
