ઈન્સ્ટાગ્રામે એક નવું ફીચર લઈ આવ્યું છે જેમ આ ઈન્સ્ટાગ્રામ હવે સેલ્ફી વેરિફિકેશનફીચર લાવી રહ્યું છે. જેનાથી ખબર પડી શકશે કે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવનાર એક રિયલ વ્યક્તિ છે કે કેમ. સેલ્ફી વીડિયોનું ફીચર સૌથી પહેલા સોશિયલ મીડિયા કન્સલટન્ટ એ જોયું હતું. ફેક એકાઉન્ટની સંખ્યાને ઓછી કરવા માટે ઇન્સ્ટાગ્રામ દ્વારા આ ફીચરની શરૂઆત કરવામાં આવી છે. ફેસબુકે જણાવ્યું છે કે, યૂઝર્સના બાયોમેટ્રીક ડેટાને કલેક્ટ કરવામાં નહીં આવે. માત્ર આઈડેન્ટીટી વેરિફિકેશન માટે આ ફીચરની શરૂઆત કરવામાં આવી છે.
આ પણ વાંચો ;ગુજરાત / ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા 1500 રૂપિયાની સહાય અપાશે : સરકારની જાહેરાત
ઈન્સ્ટાગ્રામ પર નવું એકાઉન્ટ બનાવવામાં આવશે, ત્યારે આ પ્રકારે સેલ્ફી વીડિયોથી વેરિફિકેશન કરવામાં આવશે. નવા યૂઝર્સે ફેસનો અલગ અલગ એન્ગલથી વિડીયો પોસ્ટ કરવાનો રહેશે. તેમાં રેકોર્ડેડ વિડીયોનો ઉપયોગ નહીં કરી શકાય, આ માટે તમારે લાઈવ સેલ્ફી વિડીયો પોસ્ટ કરવાનો રહેશે. સેલ્ફી વિડીયો થયા બાદ યૂઝર્સે આ વિડીયોને મેટામાં સબમિટ કરવાનો રહેશે.
આ પણ વાંચો ;ports / અદ્ભુત સ્પિનર, 12 ઓવર ફેંકી અને આખી ટીમને ઓલઆઉટ કરી દીધી
મેટાએ જણાવ્યું છે કે, ઈન્સ્ટાગ્રામ પર આ સેલ્ફી વીડિયો ક્યારેય પણ જોવા નહીં મળે અને 30 દિવસમાં સર્વરમાંથી દૂર કરી દેવામાં આવશે. કંપનીએ જણાવ્યું છે કે, આ સેલ્ફી વીડિયોનો ઉપયોગ માત્ર એકાઉન્ટ વેરિફિકેશન માટે કરવામાં આવશે. જો આ પ્રકારે વેરિફિકેશન કરવામાં નહીં આવે તો તમારી પ્રોફાઈલ બ્લોક કરી દેવામાં આવશે અથવા તમારી પ્રોફાઈલ ફેક ટેગ સાથે દર્શાવવામાં આવશે.