કોરાના મહામારીના લીધે સમગ્ર વિશ્વ ભરડામાં આવી ગયું હતું જેના લીધે કોરોનાથી એનેક લોકોના મોત નિપજ્યા હતા ,હાલમાં યુરોપ અને રશિયામાં કોરોનાના નવા કેસમાં નોંધપાત્ર વધારો જોવા મળે છે. કોરોનામાં ફરીવાર નવા સંક્રમણના કેસોએ ઉછાળો માર્યો છે. રશિયાના રાષ્ટ્રપતિ પુતિને વેક્સિનનો બુસ્ટર ડોઝ લીધો છે.
રશિયાના રાષ્ટ્રપતિ પુતિને બુસ્ટર ડોઝ લીધો છે, સ્પુતનિક લાઇટની નોઝલ વેક્સિન લીધી છે. આ અગાઉ રશિયાના રાષ્ટ્રપતિએ સ્પુતનિક વેક્સિનના બે ડોઝ લીધા હતાં ,હાલ રશિયામાં કોરોનાના કેસમાં જોરદાર ઉછાળ જોવા મળે છ, સરકારે કડક ગાઇડલાઇન અમલી બનાવી દીધી છે. રશિયામાં કોરોનાના કેસમાં ફરીવાર વધારો થતાં સરકાર હરકતમાં આવી ગઇ છે. અને સત્વરે કોરોના સામે લડવા માટે એકશન પ્લાન ઘડી નાંખ્યો છે.
