IND Vs NZ/ પ્રથમ ટેસ્ટનાં ત્રીજા દિવસે અશ્વિન અને એમ્પાયર વચ્ચે થઇ બબાલ, Video

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બે મેચની ટેસ્ટ સીરીઝની પ્રથમ ટેસ્ટ કાનપુરનાં ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં રમાઈ રહી છે. શનિવારે ત્રીજા દિવસે ઓફ સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિન મેદાન પર ઘણી વખત એમ્પાયર સાથે દલીલ કરતો જોવા મળ્યો હતો

Sports
અશ્વિન અને એમ્પાયર ફાઈટ

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બે મેચની ટેસ્ટ સીરીઝની પ્રથમ ટેસ્ટ કાનપુરનાં ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં રમાઈ રહી છે. શનિવારે ત્રીજા દિવસે ઓફ સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિન મેદાન પર ઘણી વખત એમ્પાયર સાથે દલીલ કરતો જોવા મળ્યો હતો. નબળી એમ્પાયરિંગથી નારાજ અશ્વિને એમ્પાયરો સાથે ઝઘડો કર્યો હતો. મેચનાં ત્રીજા દિવસે એમ્પાયર નીતિન મેનન અને અશ્વિન વચ્ચે ઘણી વાતચીત થઈ હતી. જણાવી દઇએ કે, તેનું કારણ તેની બોલિંગ ફોલો-થ્રુ હતુ.

આ પણ વાંચો – IND Vs NZ / ન્યૂઝીલેન્ડનાં ખોલાડીઓ પ્રથમ ટેસ્ટમાં બનાવી રહ્યા છે રેકોર્ડ, ટીમ ઈન્ડિયાની સ્થિતિ ખરાબ

કાનપુરમાં ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં ભારતીય ક્રિકેટ ટીમનું નસીબ સાથ આપી રહ્યુ નથી. ભારતીય ટીમ સાથે છેતરપિંડી થઇ ગઇ, જેના કારણે ક્રિઝ પર સ્થિર થયેલો કિવી બેટ્સમેન પેવેલિયન જવાથી બચી ગયો છે. જણાવી દઇએ કે, 73મી ઓવરમાં, જ્યારે રવિચંદ્રન અશ્વિને ટોમ લાથમને તેની જાળમાં ફસાવીને LBW આઉટ માટે અપીલ કરી, ત્યારે મેદાન પરનાં એમ્પાયરે નોટ આઉટ જાહેર કર્યો. જો કે તે પણ ભારતની ભૂલ હતી કે તેણે પણ રિવ્યુ લીધો ન હતો, પરંતુ બાદમાં જાણવા મળ્યું કે લાથમ આઉટ થઈ ગયો હતો. જે બાદ અશ્વિન ખૂબ જ નિરાશ દેખાઈ રહ્યો હતો અને 77મી ઓવરમાં અશ્વિન અને એમ્પાયરો વચ્ચે દલીલ થઈ હતી. શનિવારે મેચનાં ત્રીજા દિવસે અશ્વિન અને ફિલ્ડ એમ્પાયર નીતિન મેનન વચ્ચે ઉગ્ર ચર્ચા જોવા મળી હતી. 77મી ઓવરમાં જ્યારે અશ્વિન બોલિંગ કરી રહ્યો હતો ત્યારે આ મામલો બીચક્યો હતો. એમ્પાયર નીતિન મેનન અશ્વિન જે રીતે બોલિંગ કરી રહ્યો હતો તેનાથી નાખુશ જણાતા હતા. કારણ કે બોલ ફેંક્યા બાદ અશ્વિને ફોલો થ્રૂમાં પિચને પાર કરી હતી. અશ્વિને રાઉન્ડ ધ વિકેટ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો. આ દરમિયાન, અશ્વિન સીધા ફોલો-થ્રુમાં ગયા વિના એમ્પાયરની સામે ક્રોસ કરી રહ્યો હતો, જેના પર એમ્પાયર મેનને વાંધો ઉઠાવ્યો. આ પછી અશ્વિને એમ્પાયરને આક્રમક ફોર્મ બતાવીને પોતાની વાત સમજાવી. ટીમની કેપ્ટનશીપ કરી રહેલા અજિંક્ય રહાણે પણ અશ્વિન સાથે મેનન સાથે વાત કરતા જોવા મળ્યા હતા.

https://twitter.com/Sunainagosh7/status/1464468640770625544?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1464468640770625544%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.livehindustan.com%2Fcricket%2Fstory-ind-vs-nz-debate-between-ashwin-and-umpires-in-the-middle-ground-coach-rahul-dravid-talks-to-the-match-referee-5185538.html

આ પણ વાંચો – Viral Video / ડેબ્યૂ મેચમાં સદી ફટકારનાર શ્રેયસે સોશિયલ મીડિયા પર ડાન્સ મૂવ્સથી લગાવી આગ

અશ્વિનથી એમ્પાયરને બે ફરિયાદો હતી. પહેલી ફરિયાદ એવી હતી કે અશ્વિન કદાચ ડેન્જર એરિયામાં આવી રહ્યો હશે પરંતુ ટીવી રિપ્લેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે અશ્વિન જોખમી વિસ્તારમાં પ્રવેશતા પહેલા હોશિયારીથી ક્રોસ કરી રહ્યો હતો. એમ્પાયરને બીજી ફરિયાદ એ હતી કે અશ્વિનની સામે આવવાથી એમ્પાયરને આગળ જોવાનું મુશ્કેલ થઈ ગયું હતું, જે તેના નિર્ણયને અસર કરી શકે છે. જોકે, એમ્પાયર સાથે વાત કરતી વખતે અશ્વિને પોતાની વાત રાખી હતી. આ ઘટના બાદ રાહુલ દ્રવિડ મેચ રેફરી અને તેના ભૂતપૂર્વ સાથી ખેલાડી જવાગલ શ્રીનાથ સાથે તેના કેબિનમાં વાત કરતા જોવા મળ્યા હતા. ડેન્જર એરિયા એટલે કે નિયમો અનુસાર વિકેટની સામેનો વિસ્તાર ડેન્જર એરિયા છે. બોલર બોલિંગ કરતી વખતે બોલની સામે ન આવવો જોઈએ, કારણ કે જો બોલર ડેન્જર એરિયામાં આવે તો પિચ ખરાબ થાય છે, જેના કારણે બેટિંગ કરવી મુશ્કેલ બને છે. ભારતીય ટીમ ફરી એકવાર નબળા એમ્પાયરિંગનો શિકાર બની હતી. અશ્વિને વિલ યંગને આઉટ કરીને ભારતને પ્રથમ સફળતા અપાવી હતી. આ પછી 73મી ઓવરમાં અશ્વિને લાથમને પોતાનો શિકાર બનાવ્યો હતો, પરંતુ અપીલ બાદ પણ એમ્પાયરે બેટ્સમેનને નોટઆઉટ આપ્યો હતો. પરંતુ રિપ્લેમાં જોવામાં આવે તો બોલ બેટને અથડાવાને બદલે સીધા પેડ પર અથડાયો હતો. એટલે કે, લાથમ આઉટ હતો, પરંતુ એમ્પાયરે તેને આઉટ આપ્યો ન હતો. વળી, ભારતીય કેમ્પની એ પણ ભૂલ હતી કે તેઓએ રિવ્યુ ન લીધો. જો તેમણે રિવ્યુ લીધો હોત તો ભારતને ટૂંક સમયમાં બીજી સફળતા મળી હોત.