OMG!/ આ ક્રિકેટર્સ જે લગ્ન પહેલા બન્યા પિતા, યાદીમાં બે ભારતીય ખેલાડીઓ પણ સામેલ

શું તમે જાણો છો કે એવા ક્રિકેટ ખેલાડીઓ કોણ છે જે લગ્ન કર્યા વિના પિતા બન્યા હતા. આ યાદીમાં એક ભૂતપૂર્વ ભારતીય ખેલાડી અને એક વર્તમાન ખેલાડી પણ સામેલ છે. તેમાંથી કેટલાક એવા પણ છે જેમણે પિતા બન્યા પછી લગ્ન પણ કરી લીધા છે.

Sports
લગ્ન પહેલા બન્યા ક્રિકેટર્સ પિતા

ક્રિકેટ જગતમાં એવા પણ ઘણા ખેલાડીઓ છે, જેઓ પ્રેમમાં પડ્યા અને લગ્ન પહેલા પિતા બની ગયા. આ યાદીમાં બે ભારતીય ક્રિકેટર પણ સામેલ છે. આજે અમે તમને એવા જ કેટલાક ક્રિકેટર વિશે જણાવી રહ્યા છીએ, જેઓ લગ્ન કર્યા પહેલા જ પિતા બન્યા છે.

આ પણ વાંચો – IPL / ધોની અને કોહલી થયા Retain, મુંબઈમાંથી પોલાર્ડની પતંગ કપાઈ

ક્રિકેટ એક એવી રમત બની ગઈ છે જેણે ઘણા ખેલાડીઓનાં અધૂરા સપના પૂરા કર્યા છે અને આજે એ જ ખેલાડીઓ તેમની સ્ટાઈલ અને મોંઘી જીવનશૈલી માટે જાણીતા છે. ક્રિકેટરોનાં રેકોર્ડ બાદ જો સૌથી વધુ કોઈ વાત કરવામાં આવે છે તો તે તેમની લક્ઝરી લાઈફસ્ટાઈલ છે. તેઓ શું પહેરે છે, શું ખાય છે, તેમની પાસે કેવા વૈભવી વાહનો છે. જો કે આ ગેમ જેટલું લોકોનું મનોરંજન કરે છે તેટલું જ ચાહકો ખેલાડીઓનાં અંગત જીવન વિશે જાણવા માટે ઉત્સુક હોય છે. જો કે, શું તમે જાણો છો કે એવા ક્રિકેટ ખેલાડીઓ કોણ છે જે લગ્ન કર્યા વિના પિતા બન્યા હતા. આ યાદીમાં એક ભૂતપૂર્વ ભારતીય ખેલાડી અને એક વર્તમાન ખેલાડી પણ સામેલ છે. તેમાંથી કેટલાક એવા પણ છે જેમણે પિતા બન્યા પછી લગ્ન પણ કરી લીધા છે. આવો જાણીએ આ ખેલાડીઓ વિશે…

ડેવિડ વોર્નર

ડેવિડ વોર્નર

IPLમાં સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી રમનાર ઓસ્ટ્રેલિયાનો સ્ટાર ઓપનર ડેવિડ વોર્નર લગ્ન કર્યા વિના પિતા બની ગયો હતો. બાળકો સાથે મસ્તી કરતી વખતે ડેવિડ અવાર-નવાર સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરે છે. વર્ષ 2014માં ડેવિડ વોર્નરની ગર્લફ્રેન્ડ કેન્ડિસે પુત્રીને જન્મ આપ્યો હતો. જે બાદ બન્નેએ વર્ષ 2015માં લગ્ન કરી લીધા હતા. ડેવિડ વોર્નર ત્રણ પુત્રીઓનો પિતા છે.

ક્રિસ ગેલ

ક્રિસ ગેલ

વિન્ડીઝ ટીમનાં બેટ્સમેન ક્રિસ ગેલની તોફાની ઈનિંગ્સથી બધા જાણકાર છે. તેને ક્રિકેટની સાથે વ્યસ્ત જીવન જીવવાનું પસંદ છે. વર્ષ 2017માં જ્યારે IPL ચાલી રહી હતી ત્યારે તેની ગર્લફ્રેન્ડ નતાશા બેરિજે એક પુત્રીને જન્મ આપ્યો હતો. ગેલની પત્ની નતાશાએ લગ્ન પહેલા આ બાળકીને જન્મ આપ્યો હતો, જેનું નામ ગેલે બાલાશ રાખ્યું છે.

આપને જણાવી દઇએ કે, આ યાદીમાં બે ભારતીય ક્રિકેટર્સ પણ સામેલ છે, જેઓ લગ્ન પહેલા પિતા બની ચુક્યા છે. આ બન્ને ખેલાડીઓનાં નામ તમને એકવાર ચોંકાવી દેશે.

હાર્દિક પંડ્યા

હાર્દિક પંડ્યા

હાર્દિક પંડ્યા પીઠની ઈજાનાં કારણે લાંબા સમયથી ટીમ ઈન્ડિયાથી બહાર ચાલી રહ્યો છે. બેટિંગ અને બોલિંગથી ધમાકેદાર પ્રદર્શન કરનાર હાર્દિક વર્ષ 2020 માં ઘણો ચર્ચામાં આવ્યો હતો. જણાવી દઇએ કે, હાર્દિક પંડ્યાએ 1 જાન્યુઆરી 2020 નાં રોજ દુબઈમાં બોલિવૂડ અભિનેત્રી નતાશા સ્ટેનકોવિક સાથે સગાઈ કરી હતી. જે બાદ નતાશા સ્ટેનકોવિકે જુલાઈ મહિનામાં ખુલાસો કર્યો હતો કે તે પ્રેગ્નન્ટ છે. હાર્દિક અને નતાશાએ પોતાના બાળકનું નામ અગસ્ત્ય રાખ્યું છે.

વિનોદ કાંબલી

વિનોદ કાંબલી

ભારતીય ટીમનાં પૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલી લગ્ન પહેલા જ પિતા બની ચૂક્યા છે. તેની પ્રથમ પત્નીનું નામ નોએલા લેવિસ હતું, જેને તેણે છૂટાછેડા આપી દીધા છે. આ પછી તેનું અફેર ફેશન મોડલ એન્ડ્રીયા હેવિટ સાથે શરૂ થયું. આ દરમિયાન એન્ડ્રીયાએ એક પુત્રને જન્મ આપ્યો. જો કે, તે પછી તુરંત જ કાંબલીએ પણ એન્ડ્રીયા સાથે લગ્ન કરી લીધા. તેમના પુત્રનું નામ જીજસ ક્રિસ્ટિયાનો છે.

ઈમરાન ખાન

ઈમરાન ખાન

પાકિસ્તાનનાં વડાપ્રધાન અને પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર ઈમરાન ખાન પણ લગ્ન પહેલા પિતા બની ગયા હતા. ઈમરાન ખાન અને સીતા વ્હાઈટનાં અફેરનાં સમાચાર હેડલાઈન્સ બન્યા હતા. 1987-88માં બન્ને વચ્ચે નિકટતા વધી, જે બાદ સીતા વ્હાઇટે વર્ષ 1992માં એક બાળકીને જન્મ આપ્યો હતો. ઈમરાને યુવતીને પોતાની માનવાની ના પાડી દીધી હતી. જે બાદ વર્ષ 1997માં DNA ટેસ્ટમાં ખબર પડી કે આ છોકરી ઈમરાન ખાનની છે.

જો રૂટ

જો રૂટ

વિશ્વનાં સર્વશ્રેષ્ઠ બેટ્સમેનોમાં આવતા ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમનાં કેપ્ટન જો રૂટનું નામ પણ આ યાદીમાં સામેલ છે. જો રૂટને હજુ સુધી એક પણ IPL માં રમવાની તક મળી નથી. અંગત જીવનની વાત કરીએ તો, જો રૂટ પણ એવા ક્રિકેટરોમાંથી એક છે જેઓ લગ્ન પહેલા પિતા બન્યા છે. તેણે તેની ગર્લફ્રેન્ડ કેરી કોર્ટેલ સાથે વર્ષ 2016માં સગાઈ કરી હતી. આ પછી, 7 જાન્યુઆરી 2017 નાં રોજ, જો રૂટ એક પુત્રનો પિતા બન્યો હતો. બાળકનાં જન્મ પછી બન્નેએ લગ્ન કરી લીધા હતા.

વિવિયન રિચર્ડ્સ

વિવિયન રિચર્ડ્સ

1980 માં, વેસ્ટ ઈન્ડિઝની ટીમ ભારતનાં પ્રવાસે આવી હતી, જ્યાં વિવિયન રિચર્ડ્સ ભારતની અભિનેત્રી નીના ગુપ્તાને મળ્યા હતા. બન્ને લાંબા સમય સુધી લિવ-ઈનમાં રહ્યા હતા, બાદમાં નીતાએ એક પુત્રીને જન્મ આપ્યો અને તેની સાથે વિવિયન રિચર્ડ્સ લગ્ન કર્યા વિના પિતા બની ગયા. આ સમયે તેમના મરિયમ સાથે લગ્ન પણ કર્યા હતા.