ભારત અને ન્યૂઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટ મેચનાં ત્રીજા દિવસે સ્પાઈડર કેમ ફસાઈ જવાને કારણે રમત બંધ કરવી પડી હતી. આ પછી ભારતીય ખેલાડીઓ મસ્તી કરતા જોવા મળ્યા હતા. તેમણે કેમેરા સામે જઈને રિએક્શન આપવાનું શરૂ કર્યુ. આ દરમિયાન તેમની પ્રતિક્રિયાઓ નોંધવામાં આવી હતી.
Hey spidey, please move away 😃
That moment when the spider cam brought the game to a halt 📹📹 https://t.co/XUCt3WGMmr #INDvNZ @Paytm pic.twitter.com/SUS8QRMfFg
— BCCI (@BCCI) December 5, 2021
આ પણ વાંચો – IND Vs NZ / ટીમ ઈન્ડિયા જીતથી માત્ર 5 વિકેટ દૂર, ત્રીજા દિવસે ન્યૂઝીલેન્ડે બનાવ્યા 140 રન
જેના કારણે એમ્પાયરે સમય પહેલા ટી-બ્રેક લેવો પડ્યો હતો. આ દરમિયાન ટીમ ઈન્ડિયાનાં કેપ્ટન વિરાટ કોહલી સ્પાઈડર કેમ પાસે ગયા અને તેને ઉપર જવાનો આદેશ આપ્યો. અવેજી ખેલાડી તરીકે મેદાનમાં આવેલા સૂર્યકુમાર યાદવની પ્રતિક્રિયાઓ પણ ક્લોઝ-અપમાં નોંધવામાં આવી હતી. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)નાં સત્તાવાર ટ્વિટર પેજ પર પણ આ વીડિયો શેર કરવામાં આવ્યો છે. BCCI એ ટ્વિટ કરીને લખ્યું, ‘સ્પાઈડી, કૃપા કરીને દૂર થઈ જાઓ. આ ક્ષણ જ્યારે સ્પાઈડર કેમ એ રમત બંધ કરી દીધી.’

શ્રેયસ અય્યર અને સૂર્યકુમાર યાદવની પ્રતિક્રિયાઓ પણ ક્લોઝ-અપમાં રેકોર્ડ કરવામાં આવી હતી, તેમની રેકોર્ડ કરેલી પ્રતિક્રિયાઓને ચાહકો દ્વારા સારી રીતે આવકારવામાં આવી હતી. BCCI એ ટ્વિટર પર આ અંગે એક ફની પોસ્ટ પણ શેર કરી છે. આ વીડિયોમાં રવિચંદ્રન અશ્વિન સહિત ઘણા ભારતીય ખેલાડીઓ મસ્તી કરતા જોવા મળી રહ્યા છે. આ સાથે BCCI દ્વારા કરવામાં આવેલા ટ્વીટમાં અશ્વિનની મસ્તી કરતી તસવીર પણ શેર કરવામાં આવી છે.
Stumps on Day 3 of the 2nd Test.#TeamIndia 5 wickets away from victory.
Scorecard – https://t.co/KYV5Z1jAEM #INDvNZ @Paytm pic.twitter.com/C7luRRTwNk
— BCCI (@BCCI) December 5, 2021
આ પણ વાંચો –કોરોના અપડેટ / રાજ્યમાં કોરોનાના નવા સંક્રમણના 48 કેસ,એક દર્દીનું મોત,ઓમિક્રોનના શંકાસ્પદ કેસ વધી શકે છે!
540 રનનાં લક્ષ્યાંકનો પીછો કરતા ન્યૂઝીલેન્ડે ત્રીજા દિવસની રમતનાં અંતે તેની બીજી ઇનિંગમાં પાંચ વિકેટે 140 રન બનાવ્યા હતા. કિવી ટીમને જીતવા માટે 400 રન બનાવવા પડશે. આ પહેલા, ટેસ્ટ મેચનાં ત્રીજા દિવસે ભારતે સાત વિકેટનાં નુકસાને 276 રન પર તેની બીજી ઇનિંગ ડિક્લેર કરી હતી. ભારત તરફથી બીજી ઇનિંગમાં મયંક અગ્રવાલે સૌથી વધુ 62 રન બનાવ્યા હતા. પ્રથમ ઇનિંગમાં 10 વિકેટ લઈને ઈતિહાસ રચનાર એજાઝ પટેલે કિવી ટીમ માટે બીજી ઈનિંગમાં 4 વિકેટ ઝડપી હતી.
