Not Set/ ગુજરાતના અનેક જગ્યાએ માવઠું, 4 જિલ્લામાં ભારે વરસાદની આગાહી

ગુજરાતના વાતાવરણમાં ભારે પલટો જોવા મળ્યો છે.રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠું જેવો માહોલ જોવા મળ્યો.સમગ્ર રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેવાને કારણે હિલ સ્ટેશન…

Top Stories Gujarat Others
માવઠું

અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાતાં છેલ્લા ત્રણ દિવસથી ગુજરાતના વાતાવરણમાં ભારે પલટો આવ્યો છે. જ રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠું જોવા મળ્યું છે. ત્યારે માવઠાના કારણે કેવી છે રાજ્યની સ્થિતિ આવો જાણીએ.

આ પણ વાંચો :સાંકરદા ગામે આયુર્વેદિક સીરપની આડમાં લોકોને નશો પુરો પાડતી ફેક્ટરી ઝડપાઇ

ગુજરાતના વાતાવરણમાં ભારે પલટો જોવા મળ્યો છે.રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠું જેવો માહોલ જોવા મળ્યો.સમગ્ર રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેવાને કારણે હિલ સ્ટેશન જેવું વાતાવરણ રહ્યું હતું. જેને કારણે ઠંડા પવનો પણ ફૂંકાઈયા.ગાંધીનગર અને સુરત જેવાં શહેરોમાં અલમોડા અને સીમલા જેવું વાતાવરણ જોવા મળ્યું છે.સમગ્ર રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ભેજવાળું વાતાવરણ સર્જાયું છે. રાજ્યના મોટા ભાગનાં શહેરોમાં લઘુતમ તાપમાનમાં 4 ડીગ્રી સુધીનો ઘટાડો જોવા મળ્યો છે.

આ પણ વાંચો :શિક્ષકોના પડતર પ્રશ્નો અંગે શિક્ષણમંત્રીને કરાઈ રજુઆત, રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ – ગુજરાતે ઉપાડી કમાન

મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્રનાં કેટલાંક શહેરોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. એમાં સાબરકાંઠા સહિત અરવલ્લી, દાહોદ, મહીસાગરનો સમાવેશ થાય છે. વડોદરા, આણંદ, છોટાઉદેપુરમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, સાથે જ સૌરાષ્ટ્રનાં કેટલાંક શહેરો, જેવાં કે જૂનાગઢ, અમરેલી અને ભાવનગરમાં પણ ભારે વરસાદ વરસી શકે છે. તો આજે રાજ્યના 4 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે, જેમાં મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર અને નર્મદા જિલ્લાનો સમાવેશ થાય છે.વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે હવામાન વિભાગે માછીમારોને દરિયો નહીં ખેડવા માટે સૂચના આપી  છે.

આ પણ વાંચો :દાહોદમાં બે વર્ષથી પીડાય રહેલ 35 વર્ષીય મહિલાના પેટમાંથી કાઢી 13 કિલોની ગાંઠ

કમોસમી વરસાદ પડવાના કારણે ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. માર્કેટ યાર્ડમા જણસી પલડી જવાના કારણે મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. વરસાદના કારણે જાણે ખેડૂતોના મોં માંથી કોળિયો છીનવાઈ ગયો હોય તેવુ લાગી રહ્યું છે.. ત્યારે હવે ખેડૂતો સરકાર સામે આશ રાખીને બેઠા છે.

આ પણ વાંચો :ભાટીયા પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવતા કર્મચારીનું પરાક્રમ, આચર્યું કરોડો રૂપિયાનું કૌભાંડ

આ પણ વાંચો :  કુવાડવા રોડ પર નાના ભાઈએ કરી મોટા ભાઈની હત્યા, કારણ જાણી આવશે ગુસ્સો