ગુજરાત/ રાજ્યમાં કોરોના મહામારીએ 1 હજારથી વધુ બાળકોને કર્યા અનાથ

લાખો લોકોએ કોરોના મહામારીમાં પોતાના સ્વજનને ગુમાવ્યા છે. ત્યારે હવે એક આંકડાઓ સામે આવ્યા છે તે મુજબ ગુજરાતમાં કોરોના મહામારીનાં કારણે લગભગ 1 હજારથી વધુ બાળકો અનાથ થયા છે.

Top Stories Gujarat Others
મહામારીએ કર્યા બાળકોને અનાથ
  • કોરોનાના કારણે 1 હજાર કરતાં વધુ બાળકો અનાથ
  • 12 હજાર કરતાં વધુ બાળકોએ માતા-પિતાનું છત્ર ગુમાવ્યું
  • ભારત સરકારે જાહેર કરી વિગત
  • કોરોના કારણ અનાથ બાળકોમાં ગુજરાત ત્રીજા ક્રમે
  • મધ્યપ્રદેશ અને ઓડિશા પછી ગુજરાતમાં વધારે બાળકો અનાથ
  • ગુજરાતમાં 1 હજાર 184 બાળકો અનાથ
  • 12 હજાર 132 બાળકોએ માતા-પિતાનું છત્ર ગૂમાવ્યું

છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીએ સમગ્ર વિશ્વને હચમચાવી દીધુ છે. આજે પણ આ મહામારી મુસિબતમાં દિન પ્રતિ દિન વધારો કરી રહી છે. લાખો લોકોએ આ મહામારીમાં પોતાના સ્વજનને ગુમાવ્યા છે. ત્યારે હવે એક આંકડાઓ સામે આવ્યા છે તે મુજબ ગુજરાતમાં કોરોના મહામારીનાં કારણે લગભગ 1 હજારથી વધુ બાળકો અનાથ થયા છે.

આ પણ વાંચો – હડતાળ /  ટીબી હોસ્પિટલના 120 રેસિડન્ટ ડોક્ટરો એક જ અઠવાડિયામાં બીજી વખત હડતાળ પર ઉતર્યા

આપને જણાવી દઇએ કે, આ વર્ષે એટલે કે 2021 માં કોરોનાની બીજી લહેરે મોટો કહેર વરસાવ્યો હતો. આ મહામારીમાં લગભગ કોઇ એવો પરિવાર નહી હોય કે જેણે પોતાના કોઇને કોઇ સ્વજનને ન ગુમાવ્યો હોય. ગુજરાતમાં પણ આ બીજી લહેરમાં મોટી સંખ્યામાં લોકોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા છે. ત્યારે તાજતેરમાં સામે આવેલા આંકડાઓ મુજબ રાજ્યમાં કોરોના મહામારીનાં કારણે 1 હજારથી વધુ બાળકો અનાથ થઇ ગયા છે. જણાવી દઇએ કે, દેશમાં લગભગ 12 હજાર કરતા વધુ બાળકોએ માતા-પિતાનું છત્ર ગુમાવ્યુ છે. ભારત સરકારે આ અંગે જાહેરાત કરી છે. કોરોના મહામારીનાં કારણે અનાથ થયેલા બાળકોમાં ગુજરાત ત્રીજા ક્રમે છે. મધ્યપ્રદેશ અને ઓડિશા પછી ગુજરાતમાં વધારે બાળકો અનાથ થયા છે. રાજ્યમાં 1 હજાર 184 બાળકો અનાથ થયા છે. જ્યારે દેશમાં 12 હજાર 132 બાળકોએ માતા-પિતાનું છત્ર ગુમાવ્યું છે.

આ પણ વાંચો – વેબસાઇટ લોન્ચ /  કોરોનાથી મૃત્યુ પામેલી વ્યક્તિઓના પરિવાને સહાય લેવા માટે હવે નહીં ખાવા પડે કચેરીઓના ધક્કા..

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં કોરોનાનાં કેસમાં ઉતાર-ચઢાવ યથાવત છે. શુક્રવારે નોંધાયેલા આંકડાઓની વાત કરીએ તો રાજ્યમાં શુક્રવારે કોરોનાનાં નવા 45 કેસ નોંધાયા હતા. જેમાં અમદાવાદમાં કેસની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળે છે, અમદાવાદમાં કોરોના સંક્રમણનાં 15 કેસ મળી આવ્યા છે. કોરોનાને માત આપીને સાજા થનારા દર્દીઓની સંખ્યા વધારો જોવા મળ્યો છે, શુક્રવારે કોરોનાને માત આપી 45 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં કુલ એકટિવ કેસની સંખ્યા 318 ને પાર કરી ગઇ છે, રાજ્યમાં કોરોનાનાં કુલ કેસ 8,27,125 છે. જ્યારે કોરાનોને હરાવીને સાજા થયેલા દર્દીઓની સંખ્યા 8,17,203 છે.