હડતાળ/ ટીબી હોસ્પિટલના 120 રેસિડન્ટ ડોક્ટરો એક જ અઠવાડિયામાં બીજી વખત હડતાળ પર ઉતર્યા

મેડિકલ કોલેજમાં 180 રેસિડન્ટ ડોક્ટર હોવા જોઈએ તેમાંથી માત્ર 120 ડોક્ટરો રેસીડેનટ છે ત્યારે આ મામલે સુપ્રીમ કોર્ટના ચુકાદાના કારણે સમગ્ર પ્રક્રિયા અટકી ગઈ છે

Gujarat

NEET PG 2021 કાઉન્સેલિંગને સતત મુલતવી રાખવાને કારણે, ભારતભરની તમામ મેડિકલ કોલેજોમાં મુખ્ય કાર્યબળ એટલે કે નિવાસી ડોકટરોની તીવ્ર અછત છે. મોટા ભાગના સ્થળોએ માત્ર 2 બેચના રહેવાસીઓ હોસ્પિટલ ચલાવી રહ્યા છે. 2020થી ખૂબ લાંબી કોવિડ 19 ફરજને કારણે તેઓ પહેલેથી જ શિક્ષણવિદોની સાથે માનસિક અને ભાવનાત્મક ભંગાણથી પીડાઈ રહ્યા છે.સર્વોચ્ચ અદાલતે ફરીથી ચુકાદો 6 જાન્યુઆરી 2022 સુધી મુલ્તવી રાખ્યો છે જે અસ્વીકાર્ય અને ધીરજની મર્યાદાની બહાર છે.

તેથી JDA, FAMA, FORDA અને અન્ય રેસિડેન્ટ ડોક્ટર સંસ્થાઓ સાથે વિસ્તૃત ચર્ચા કર્યા બાદ સુરેન્દ્રનગરે વિરોધ આંદોલન ચલાવવાનું નક્કી કર્યું. 29/11ના રોજ JDA સુરેન્દ્રનગર અને તમામ રહેવાસીઓ સવારે 9 થી સાંજના 6 વાગ્યા સુધી OPD/વોર્ડ અને નિયમિત પ્રક્રિયાઓમાંથી સેવાઓ પાછી ખેંચી લીધી છે.ઇમરજન્સી સેવાઓ હંમેશની જેમ ચાલુ રહેશે. ઉલ્લેખનીય છે કે, આજે વહેલી સવારથી સુરેન્દ્રનગર શહેરની મેડિકલ કોલેજના 120 રેસિડેન્ટ ડોકટરો હડતાલ ઉપર ઉતરી જવા પામ્યા છે. અને વહેલી સવારથી તે પોતાના કામ ઉપરથી અળગા રહ્યા છે જેને લઇને સુરેન્દ્રનગર શહેરની મેડિકલ કોલેજમાં ડોક્ટરના સ્ટાફ માં ઘટાડો થતા મુખ્ય ડોક્ટરો પર કામનું ભારણ વધ્યું છે તેવા સંજોગોમાં હાલની પરિસ્થિતિ મુજબ જે ચુકાદો સુપ્રીમ કોર્ટ ને આપવામાં વિલંબ થઈ રહ્યો છે તે તાત્કાલિક ચુકાદો આપવામાં આવે તેવી માંગણી સુરેન્દ્રનગર શહેરની મેડિકલ કોલેજના રેસિડેન્ટ ડોક્ટર દ્વારા કરવામાં આવી છે.

સુરેન્દ્રનગર શહેરની મેડિકલ કોલેજમાં રેસિડેન્ટ ડોક્ટર એક સપ્તાહમાં બીજી વખત હડતાલ ઉપર ઉતરી જવા પામ્યા છે ત્યારે મુખ્યત્વે એક દિવસ હડતાલ ઉપર રહેશે તેવું પણ હાલમાં જાણવા મળી રહ્યું છે ત્યારે આ મામલે રેસિડેન્ટ ડોક્ટરના આગેવાન સાથે વાતચીત કરવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે, મેડિકલ કોલેજમાં 180 રેસિડન્ટ ડોક્ટર હોવા જોઈએ તેમાંથી માત્ર 120 ડોક્ટરો રેસીડેનટ છે ત્યારે આ મામલે સુપ્રીમ કોર્ટના ચુકાદાના કારણે સમગ્ર પ્રક્રિયા અટકી ગઈ છે તે તાત્કાલિક પણ સુપ્રીમ કોર્ટ ચુકાદો આપી અને પૂર્ણ કરે તેવી માંગણી મેડિકલ કોલેજના રેસિડેન્ટ ડોક્ટરો દ્વારા કરવામાં આવી છે.

સુરેન્દ્રનગર શહેરની મેડીકલ કોલેજ ખાતે આજે સપ્તાહમાં બીજી વખત 120 રેસિડેન્ટ ડોકટરો હડતાલ ઉપર ઉતરી જવા પામ્યા છે તેને લઈને ચકચાર મચી જવા પામ્યો છે તમામ જ્ઞામ ઉપરથી રેસિડેન્ટ ડોક્ટર કામગીરીથી અળગા રહ્યા છે પરંતુ ઇમરજન્સી સેવા આપવા માટે રેસીડેન્સી ડોક્ટરો ખડે પગે ઊભા રહ્યા છે ત્યારે ઇમરજન્સી સેવા હાલમાં માત્ર શરૂ રાખવામાં આવી છે.બાકી 120 જેટલા રેસિડેન્ટ ડોક્ટરો મેડિકલ કોલેજમાં હડતાળ પર ઉતરી જતા ચકચાર મચી જવા પામ્યો છે.