Not Set/ દિલ્હીના નગરનીગમના પ્રચાર મોરચે આપ મોખરે

પાટનગરના ત્રણ નગરનીગમો અંગે અન્ય પક્ષ શાંત છે ત્યારે આમ આદમી પાર્ટીએ પ્રચાર પણ શરૂ કરી દીધો ” બદલાવ અભિયાન”ના પોસ્ટરો પણ લાગી ગયા

India Trending

દેશની રાજધાની દિલ્હીમાં રાજ્ય કક્ષાએ અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળના પક્ષ આમ આદમી પાર્ટીનું શાસન છે. ૨૦૧૩માં પ્રથમ વાર જીત્યા બાદ લોકપાલના મુદ્દે હોદો છોડ્યો. તેમજ કોંગ્રેસે ટેકો પરત ખેંચતા તેમણે રાજીનામુ આપ્યું હતું. ૨૦૧૫ અને ૨૦૨૦ની ચૂંટણીમાં તેમણે ભવ્ય વિજય મેળવી સત્તા સંભાળી હતી. પરંતુ લોકસભા અને દિલ્હીના ત્રણ નગરનીગમની ચૂંટણીમાં આ પક્ષનો ફિયાસ્કો થયો હતો. લોકસભામાં બધી બેઠકો ભાજપને મળી હતી તો દિલ્હીના ત્રણેય નગરનીગમમાં ભાજપની સત્તા યથાવત રહી હતી. જો કે ૨૦૧૩ બાદ કોંગ્રેસ તો સાવ તળિયે છે. લોકસભાની બે ચૂંટણીમાં તો કોંગ્રેસને એક પણ બેઠક મળી નહોતી એટલુંજ નહિ પણ ધારાસભાની એક પણ ચૂંટણીમાં તેનું ખાતું પણ ખુલ્યું નહોતું. જ્યારે ત્રણેય નગર નિગમમાં તેના કરતાં આપના સભ્યો વધારે છે.



હવે આગામી દિવસોમાં દિલ્હીના ત્રણ નિગમોની ચૂંટણી પણ આવી રહી છે. ત્યારે આ વખતે આમ આદમી પાર્ટીએ પુરી તાકાતથી લડવાનું નક્કી કર્યું છે.

અણ્ણા હજારેના આંદોલનના સેનાની કેજરીવાલ પોતાના ગુરૂની ઈચ્છા વિરુધ્ધ રાજકારણી બની ગયા અને કોંગ્રેસ ભાજપ નો સફાયો કરી સત્તા પણ મેળવી.તેમજ નજીકના રાજ્ય પંજાબમાં પણ પગપેસારો કરી મુખ્ય વિરોધ પક્ષ તરીકેનું સ્થાન પ્રાપ્ત કર્યું.હવે ગુજરાતમા સ્થાનિક ચૂંટણી વખતે વીસ ટકા મત મેળવી મહાનગર ,નગર અને ગ્રામ્યવિસ્તારોમાં પણ ઓછી બેઠકો સાથે પ્રવેશ તો કરી લીધો છે.



દસ વર્ષ કરતા વધુ સમયથી દિલ્હીમાં ભાજપની સત્તા છે.પણ નગર નિગમોમાં ભાજપનું રાજ છે.હવે કેજરીવાલે નગરનીગમોમાં પણ કબજો મેળવવાનું નક્કી કર્યું છે.હજી તો ચૂંટણી જાહેર થવા આડે પણ ઘણો સમય બાકી છે ત્યારે આખા દિલ્હીમાં ” બદલાવ અભિયાન શરૂ કર્યું છે. રાજધાનીમાં મોટાભાગના વિસ્તારોમાં આ અંગેના પોસ્ટરો પણ લાગી ગયા છે. આગામી દિવસોમાં આ અભિયાનને વેગીલું બનાવવા માટેનો વ્યાપક કાર્યક્રમ ઘડી કાઢવામાં આવ્યો છે. પાટનગરમાં “આપ”નું સંગઠન તો મજબૂત છે જ પણ હવે તેને વધુ મજબૂત બનાવવા પણ એક્શન પ્લાન ઘડી કાઢવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીના નેતાઓને હવે એ વાતનું સત્ય સમજાયું છે કે વિધાનસભાની ચૂંટણીમાં વિજય કુચ ચાલુ રાખવી હોય,લોકસભામાં દિલ્હીમાંથી હાજરી પુરાવવી હોય તો સ્થાનિક ચૂંટણીને ગંભીરતાથી લેવાની નિષ્ઠાની ખાતરી કરાવવી હોય તો દિલ્હી નગર નિગમમાં સત્તા જરૂરી છે.આના કારણે આ અંગેની વિસ્તૃત રણનીતિ ઘડી કાઢવામાં આવી છે.

આમ આદમી પાર્ટીના સુપ્રીમો અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પોતે આ સમયગાળામાં પાંચ રાજ્યોની ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત રહેવાના હોવાને કારણે દિલ્હીની સ્થાનિક ચૂંટણીની જવાબદારી નાયબ મુખ્યમંત્રી મનીષ સીસોદીયા ને સોંપવામાં આવી છે.આપના અન્ય એક અગ્રણી ગોપાલ રાય ની આગેવાની હેઠળની ટીમ તેમની સાથે રહેશે.ત્રણેય નગર નિગમો કબજે કરવાનો વિસ્તૃત વ્યૂહ ઘડી કાઢવામાં આવ્યો છે.

રાજકીય વિશ્લેષકો કહે છે કે નગર નિગમની ચૂંટણી જાહેર થઈ નથી ત્યાં આપ દ્વારા નગારે ઘા દેવાઈ ગયો છે. બીજા બધા પક્ષ માત્ર પાંચ રાજ્યોની ચૂંટણીમાં પરોવાઈ ગયા છે. નગરનીગમ બાબતમાં ભાજપ ઓવર કોન્ફિડન્સ માં અને કોંગ્રેસ હતાશા અને ટાંટિયાખેંચમાં ડૂબેલી છે તેવે સમયે આમ આદમી પાર્ટીએ પ્રચાર શરૂ કરી દીધો છે.

Multicolor Polyester Congress Party Flag, Rs 120 /piece Prakash Trading |  ID: 14933618662

જો કે ભાજપે હૈદ્રાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ની ચૂંટણી વખતે ભારે રસ લીધો હતો અને તેમાં સફળતા પણ મેળવી છે.ગુજરાતમાં પણ ભાજપ નેની ચૂંટણીઓને ગંભીરતાથી લઈ તેમાં સફળતા પણ મેળવે છે. આ સંજોગોમાં દિલ્હી નગરનીગમની ચૂંટણીમાં ભાજપ સક્રિયતા તો દાખવશેજ.પણ અત્યારે તો “આપ”બધા કરતા આગળ નીકળી ગયેલ છે ખાસ કરીને પ્રચાર શરૂ કરવામાં તો મોખરે છે.  કદાચ આગામી દસ બાર દિવસમાં “આપ” પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી પણ જાહેર કરે તેવી શક્યતા છે. ટૂંકમાં આ ચૂંટણી પણ રસપ્રદ અને રોમાંચક બને તેવી શકયતા છે.

રાજધાની દિલ્હીમાં સ્થાનિક કક્ષાએ વર્ષોથી ભાજપનું જે શાસન છે તેનો અંત આવે છે કે શાસન યથાવત રહે છે તે જાણવા માટે ચૂંટણીની તમામ પ્રક્રિયા પૂર્ણ થતાં સુધી રાહ જોવી પડશે.

ગુજરાત / ભાજપ પ્રત્યેક જિલ્લા કાર્યાલયમાં ખોલશે લાઈબ્રેરી

ફુલ ગુલાબી ઠંડી / ઠંડીમાં સ્વાસ્થ્યને તંદુરસ્ત બનાવતા અડદિયાની માંગમાં વધારો