Surat News/ નવરાત્રિમાં ગમે ત્યારે વરસાદી ઝાપટું પડશે, વાવાઝોડાની પણ શક્યતા

દક્ષિણ ગુજરાતમાં વરસાદી ઝાપટું પડવાની શક્યતા છે.

Top Stories Gujarat Breaking News

Gujarat Weather News: ગુજરાતમાં નવરાત્રિ (Navratri) પૂરી થાય તે પહેલા વરસાદ આવશે તેમ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ 7 થી 12 ઓક્ટોબર વરસાદી સિસ્ટમ એક્ટિવ થતાં ગુજરાતમાં કેટલાય સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે. વાવાઝોડું (Cyclone) ફૂકાય તેવી શક્યતા પણ છે.

Rain Gujarat 2 1 રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ તે જાણો

દક્ષિણ ગુજરાતમાં વરસાદી ઝાપટું પડવાની શક્યતા છે. આગામી 3 થી 4 દિવસોમાં મધ્યમ વરસાદ પડતા ગરબા રમવામાં પણ મુશ્કેલી ઊભી થશે તેમ અંબાલાલ પટેલે જણાવ્યું છે. ઓક્ટોબર અને નવેમ્બર વાદળછાયું વાતાવરણ રહેવાનું અનુમાન છે. 10 થી 14 ઓક્ટોબર અરબ સાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ (Cyclonic circulation system) એક્ટિવ થતાં વાવાઝોડું ચક્રવાતમાં રૂપાંતરિત થઈ ગુજરાતના દરિયાકાંઠે અથડાશે. આગાહી મુજબ 28 ઓક્ટોબર સુધી ચક્રવાત આવશે. ત્યારે સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસશે.

Very Heavy Rain To Lash South Odisha Districts From Tomorrow; Alert Issued  Till July 17 - odishabytes

બંગાળની ખાડીની સિસ્ટમના કારણે દેશના દક્ષિણ ભાગોમાં વરસાદ રહી શકે છે. 16 થી 22 ઓક્ટોબર સુધીમાં ગુજરાતના મધ્ય અને પૂર્વ ભાગોમાં વરસાદનું ફરીથી આગમન થઈ શકે છે. દરમિયાન અમદાવાદ, વડોદરા, પંચમહાલ,હિંમતનગર, સાબરકાંઠામાં ભારે વરસાદ પડી શકે છે. આગાહીકાર અંબાલાલ પટેલે ઠંડીની આગાહી કરતા કહ્યું છે કે 22 ઓક્ટોબરથી ઠંડીનો ચમકારો જોવા મળશે.

Rains, At last!

ઓક્ટોબર મહિનામાં ભારતીય હવામાન વિભાગે (Indian Merterological department) દક્ષિણ-પશ્ચિમ ચોમાસુ (South-West Monsoon) વિદાય લેશે તેવી આગાહી કરી છે. ગુજરાત રાજ્યમાં સરેરાશ 8 ટકા વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગના આંકડા મુજબ 66 દિવસ ગુજરાતમાં ભારે વરસાદ વરસ્યો છે. તાલુકા કે શહેરના આંકડા જોઈએ તો 24 કલાકમાં મહત્તમ 8 ઈંચ વરસાદ નોંધાયો છે. સમગ્ર દેશમાં સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્ર-કચ્છ ઝોનમાં 75 ટકા જેટલો નોંધાયો છે, પશ્ચિમ રાજ્સ્થાનમાં 72 ટકા અને પૂર્વ રાજસ્થાનમાં 47 ટકા નોંધાયો છે. ગત વર્ષ કરતા આ વર્ષે વધુ વરસાદ ખાબક્યો હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે. રાજ્ય સરકારના આંકડા પ્રમાણે નિષ્ણાતોનું કહેવું છે કે આ વષે 138 ટકા જેટલો કુલ વરસાદ વરસ્યો છે, જે છેલ્લા 1 દાયકામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:નવરાત્રિમાં છુટોછવાયો વરસાદ રહેવાની સંભાવના

આ પણ વાંચો:ગુજરાતમાં વરસાદનું જોર રહેશે, ક્યાં અપાયું છે એલર્ટ

આ પણ વાંચો:નવરાત્રિમાં વરસાદ ભંગ પાડશે? શું કહે છે હવામાન વિભાગની આગાહી