ગાંધીનગર/ સરગાસણની એક સોસાયટીમાં કાર નીચે આવ્યુ બાળક, થયુ કરૂણ મોત

ગુજરાતનું પાટનગર ગાંધીનગર જ્યા આજે એક એવી ઘટના બની છે જે તમારા રૂંવાટા ઉભા કરી દેશે. આ ઘટના ખાસ કરીને માતા-પિતા માટે લાલબત્તી સમાન છે.

Top Stories Gujarat Others
ગાંધીનગર અકસ્માત
  • માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો
  • ગાંધીનગરમાં કાર નીચે આવ્યું બાળક
  • સરગાસણની સોસા.માં કાર નીચે આવ્યું બાળક
  • અકસ્માતમાં 4 વર્ષીય બાળકનું કરૂણ મૃત્યુ
  • સરગાસણની સ્વસ્તિક 42 સોસાયટીની ઘટના
  • સમગ્ર ઘટના CCTVમાં થઇ કેદ
  • સોસા.માં મામાના લગ્નમાં આવ્યું હતુ બાળક

ગુજરાતનું પાટનગર ગાંધીનગર જ્યા આજે એક એવી ઘટના બની છે જે તમારા રૂંવાટા ઉભા કરી દેશે. આ ઘટના ખાસ કરીને માતા-પિતા માટે લાલબત્તી સમાન છે. જણાવી દઇએ કે, ગાંધીનગરમાં એક બાળક કાર નીચે આવી જતા તેનું કરૂણ મોત નિપજ્યું છે.

આ પણ વાંચો – બેદરકારી /  જામનગર મનપાની ગંભીર બેદરકારી, ઓમિક્રોનથી સંક્રમિત સંખ્યા વધી શકે છે, જાણો કારણ

માતા-પિતા માટે લાલબત્તી સમાન બનેલી આ ઘટના ગાંધીનગરનાં સરગાસણની સ્વસ્તિક 42 સોસાયટીની છે જ્યા એક રમતુ બાળક મોતને ભેટી ચુક્યુ છે. મળી રહેલી માહિતી અનુસાર, આ બાળક તેના મામાનાં ઘરે લગ્નોત્સવમાં આવ્યુ હતુ. જ્યા લગ્નનો ઉત્સાહ માતમમાં ફેરવાઇ ગયો હતો. આ સમગ્ર ઘટના સોસાયટીમાં લાગેલા એક CCTV કેમેરામાં કેદ થઇ હતી. જણાવી દઇએ કે, ગાંધીનગરનાં સરગાસણ વિસ્તારની એક સોસાયટીમાં કાર અંદર પ્રવેશ કરી રહી હતી ત્યારે જ આ બાળક તે કાર નીચે આવી ગઇ હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો સામે આવ્યા છે, જેમા જોઇ શકાય છે કે એક કાર સોસાયટીમાં પ્રવેશ કરવા જઇ રહી છે, જે દરમિયાન બાળક રમતા-રમતા સોસાયટીનાં ગેટની નજીક પહોંચી જાય છે જ્યાથી અંદર આવી રહેલા કાર ચાલકને તે બાળક દેખાતુ નથી અને આ અકસ્માત સર્જાય છે અને તેમા આ બાળકનું કરૂણ મોત થાય છે. બાળક મામાનાં ઘરે લગ્નોત્સવમાં આવ્યુ હતુ જે માહોલ હવે માતમમાં ફેરવાઇ ગયો છે.

આ પણ વાંચો – ધર્મ પરિવર્તન / વસીમ રિઝવીએ અપનાવ્યો હિંદુ ધર્મ, કહ્યુ- ઈસ્લામ ધર્મ નથી પણ આતંકવાદી જૂથ છે

ઉલ્લેખનીય છે કે, આ ઘટના માતા-પિતા માટે એક લાલબત્તી સમાન છે. આ ઘટનાથી હવે માતા-પિતાએ સમજવાની જરૂર છે અને બાળકને રમવા કોઇ એવી જગ્યાએ ન મોકલવુ જોઇએ જ્યા વાહનોની અવર-જવર થતી હોય.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…