ઉમિયાધામ/ ઉમિયાધામ મંદિરનો શિલાન્યાસ 11મી ડિસેમ્બરથી યોજાશે,PM મોદી વર્ચ્યુઅલી જોડાશે…

જાસપુર ખાતે આગામી તા. 11થી 13 ડિસેમ્બરે ઉમિયાધામ મંદિરનો શિલાન્યાસ યોજાશે, જેમાં 11 ડિસેમ્બરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહેશે

Top Stories Gujarat

અમદાવા શહેરના જાસપુર ખાતે આગામી તા. 11થી 13 ડિસેમ્બરે ઉમિયાધામ મંદિરનો શિલાન્યાસ યોજાશે, જેમાં 11 ડિસેમ્બરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહેશે. જ્યારે 13 તારીખે વડાપ્રધાન મોદી આ મહોત્સવમાં વર્ચ્યુઅલી જોડાઈને સંબોધન પણ કરશે.

ઊંઝા ઉમિયા ધામના ચેરમેન બાબુભાઈ જમનાદાસ પટેલે જણાવ્યું હતું કે 1500 કરોડના ખર્ચે મંદિર બનવા જઈ રહ્યું છે. આ સંસ્થા અમદાવાદનું હૃદય છે. ધર્મ સંકુલ, શિક્ષણ સંકુલ સહિતની નવી ઈમારતો બનાવવામાં આવશે. સમાજનાં 1200 કરતાં પણ વધુ દીકરા-દીકરીઓ માટે સ્કૂલથી લઈને માસ્ટર ડીગ્રી સુધીની વ્યવસ્થા કરાશે. સૌને સાથે રાખીને કડવા પાટીદારો આગળ ચાલી રહ્યા છે. માતાજીની સંસ્થામાં કોઈ રાજનીતિ નથી, તમામ રાજકીય પક્ષના લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે.

 નાગરશૈલીની પ્રાચીન થીમ પર ભવ્ય મંદિર બનશે.  255 ફૂટ,160 ફૂટ અને 132 ફૂટ શિખર કળશ સાથેનું ભવ્ય મંદિર બનશે. મંદિરમાં ક્યાંય લોખંડ નહીં વપરાય. 51 હજાર કરોડના મંત્રો સાથે પોથીયાત્રા નીકળશે.