રાજકોટ આમતો રંગીલું શહેર તરીકે જાણીતું છે . તેમ છ્તા પણ દિવસે ને દિવસે ગુનાખોરીના કેસ વધતાં જોવા મળી રહયા છે . ત્યારે એવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં ફરી એક વખત સિટી બસના ચાલકની દાદાગીરી સામે આવી છે. માલવિયા ચોક ખાતે આજે સિટી બસ ચાલક દ્વારા બાઈક ચાલક વૃદ્ધને ફડાકા ઝીંકી બેફામ માર મારવામાં આવ્યો હતો. આ જેનો વીડિયો સોસીયલ મીડિયામાં વાઇરલ થતા પોલીસે વિજય કાપડી નામના બસ ચાલકની ધરપકડ કરી છે.
માલવિયા ચોક ખાતે આજે સવારે સમયે રોડ ક્રોસ કરતા બાઈક ચાલક અને સિટી બસ ચાલક વચ્ચે બોલાચાલી થઈ હતી. જેમાં એક સાથે 3-3 સિટી બસના ડ્રાઇવર કંડક્ટર એકઠા થઇ ગયા હતા. રાજકોટ સિટી બસના ચાલક વિજય કાપડીએ બાઈક ચાલક વૃદ્ધને ગાળો ભાંડી ફડાકા ઝીંકી બેફામ માર માર્યો હતો.આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો.
આ પણ વાંચો;મોટા સમાચાર / રાફેલ નડાલ માટેઓ બેરેટિનીને હરાવીને છઠ્ઠી વખત ઓસ્ટ્રેલિયન ઓપનની ફાઇનલમાં પહોંચ્યા
ટ્રાફિક સમસ્યા સર્જાય અને મારામારીની ઘટના સમયે એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇનપેક્ટર સી.જે. જોશી પસાર થયા હતા. આથી તેઓએ સિટી બસનો ચાલક વૃદ્ધને માર મારતો હોવાનું જોતા તાત્કાલિક અસરથી બસ ચાલક વિજય કાપડીને બસમાંથી નીચે ઉતારી અટકાયત કરી પોલીસ સ્ટેશન લઇ ગયા હતા.
સમગ્ર મામલે પોલીસ વિજય કાપડીની પૂછપરછ હાથ ધરી છે.ઉલ્લેખનીય છે કે,અગાઉ બે મહિના પહેલા સિટીબસના ચાલકની દાદાગીરી સામે આવી હતી. જેમાં કાલાવડ રોડ પર સિટીબસ સાથે રિક્ષા ઘસાઈ હતી. બાદમાં સિટીબસના ડ્રાઇવર કન્ડક્ટર સહિત અન્ય કર્મચારીઓ એકત્ર થયા હતા અને વૃદ્ધ રિક્ષા-ચાલકને માર માર્યો હતો. આ વીડિયો વાઇરલ થતાં રાજકોટ મનપા કમિશનર દ્વારા તપાસ સોંપી હતી. બાદમાં બસના ડ્રાઇવર અને કન્ડક્ટરને સસ્પેન્ડ કરી દીધા હતા.
આ પણ વાંચો;ગુજરાત / રાજ્યમાં 3437 તલાટી કમ મંત્રીની જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરાઇ
